Sports

ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ સિરીઝમાં ધૂળ ચટાડીશું : ઇશાંત શર્મા

નવી દિલ્હી, તા.૨૭
ભારતીય ઝડપી બોલર ઇશાંત શર્માએ કહ્યું કે, વોર્નર-સ્મિથની ગેરહાજરીમાં ભલે ઓસ્ટ્રેલિયન ટીમને નબળી આંકવામાં આવી રહી હોય પરંતુ ટીમ ઈન્ડિયા તેને હળવાશથી લેવાની ભૂલ નથી કરી રહી. તેના મતે ઓસ્ટ્રેલિયા ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે તેમ છતાં હોમગ્રાઉન્ડ પર પડકાર આપવા સક્ષમ છે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી છ ડિસેમ્બરથી એડિલેડમાં પ્રથમ ટેસ્ટ સાથે શરૂ થશે. ભારતીય ટીમ બુધવારથી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર આજથી ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઇલેવન સામે ચાર દિવસીય અભ્યાસ મેચ રમશે. આ પ્રેક્ટિસ મેચ પહેલાં ઇશાંતે કહ્યું કે, અમે આ બાબતો પર વિચારી રહ્યા નથી. બધુ મેચના દિવસે નિર્ભર હોય છે. પરિણામ ન આવે ત્યાં સુધી અમે કોઈને પણ ઓછું આંકતા નથી. તેણે કહ્યું કે, અમારૂં લક્ષ્ય સિરીઝ જીતવાનું છે અને અમે તમામ આ બાબત પર ફોકસ કરી રહ્યાં છીએ. અમે વ્યક્તિગત પ્રદર્શન અંગે વિચારી રહ્યા નથી. અમારું એકમાત્ર લક્ષ્ય ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીતવાનું છે.
ઇશાંતે કહ્યું કે, અભ્યાસ મેચ ખાસ છે કારણ કે, તેનાથી લય મળશે. તમને પરિસ્થિતિ અંગે જાણ થશે કારણ કે, અમે ઘણા લાંબા સમય બાદ અહીં રમી રહ્યા છીએ. કોહલી અને રવિ શાસ્ત્રીએ ઘણી વખત વર્તમાન ઝડપી આક્રમણને ભારતીય ટેસ્ટ ઇતિહાસનું સર્વશ્રેષ્ઠ ગણાવ્યું છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Sports

    એકતરફી મુકાબલામાં કોલકાતાએ હૈદરાબાદ સામે ૮ વિકેટથી વિજ મેળવ્યો હૈદરાબાદને કચડી કોલકાતા ત્રીજીવાર IPL ચેમ્પિયન

    હૈદરાબાદ ૧૧૩ રનમાં જ સમેટાઇ ગયું…
    Read more
    Sports

    પિતા પોલીસમાં સિંઘમ, પુત્ર બોલરો માટે વિલન… આવું જબરદસ્ત છે શશાંક સિંહનું ક્રિકેટ કરિયર

    પંજાબ કિંગ્સના બેટ્‌સમેન શશાંક સિંહે…
    Read more
    Sports

    કે.એલ. રાહુલ અને શુભમન ગિલનું પત્તું કપાયું, શિવમ દુબેને તક મળીટી-૨૦ વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત

    રોહિત શર્મા કપ્તાન જ્યારે હાર્દિક…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.