લોકોને ISISમાં જોડાવા પ્રોત્સાહિત કરતા લખાણવાળા ધ્વજ મળ્યા બાદ આસામ પોલીસે ભાજપના ૬ સભ્યોની અટકાયત કરી

(એજન્સી)
નવી દિલ્હી, તા.૯
પોલીસે લોઅર આસામમાંથી ભાજપના ૬ સભ્યોને આઈએસઆઈએસના ચીતરેલા ધ્વજ સંબંધે પકડી લઈ પૂછપરછ હાથ ધરી છે. મીડિયા રિપોર્ટ મુજબ ૭ મેની રાત્રે નાલાવરી જિલ્લામાં બેલસોર વિસ્તારમાં આઈએસઆઈએસના ઝંડા લાકડી પર લગાવી ઝાડ પર ફરકાવ્યા હતા. જે અંગેની પોલીસને માહિતી મળતાં પોલીસે ઘટનાસ્થળે જઈ ધ્વજનો કબજો લીધા બાદ આ સંદર્ભમાં આરોપી ૬ જેટલા ભાજપના કાર્યકરોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.
જેમાં તપન બર્મન, દ્વીપ જયોતી ઠાકુર, સરોજી બૈશ્પ, પુલક બર્મન, મોજામીલ અલી, મુનઅલી સામેલ છે. બર્મન અગાઉ કોંગ્રસનો કાઉન્સિલર હતો જે ભાજપમાં જોડાયો છે. મે-૩ના રોજ ગ્રામજનોએ ઝાડ પર આઈએસઆઈએસના ફરકાયેલા ધ્વજ જોયા હતા. જેમાં અરબીમાં લખ્યું હતું કે આઈએસઆઈએસ જોડાવ. ત્યારબાદ નજીકના પોલીસમથકે જાણ કરાઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી ઝંડા ઉપાડી લીધા હતા. બેલાસોર પોલીસે ત્યારબાદ તપાસ હાથ ધરી હતી. અગાઉ ગોલપરા ખાતે ર મેના રોજ પણ આવા ધ્વજ મળી આવ્યા હતા. પોલીસે ભાજપના ૬ સભ્યોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. રાજ્યમાં સિટીઝનશીપ એમેડમેન્ટ બિલ-ર૦૧૬ અંગે જેપીસીની ટીમ સુનાવણી માટે આવી છે તે સમયે આ ઘટના બની હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts