National

વિદ્યાર્થીઓ દ્વારા ઇસ્લામ અંગે ગેરસમજ દૂર કરવા જનજાગૃતિ અભિયાનનું આયોજન

(એજન્સી) તા.૪
ઇસ્લામ અંગે ગેરસમજભર્યા ખ્યાલને નાબૂદ કરવાના પ્રયાસરુપે સ્ટુડન્ટ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશને (એસઆઇઓ) સપ્ટેમ્બરમાં ઇસ્લામિક નોલેજ ટેસ્ટ (આઇકેટી) અભિયાન શરુ કર્યુ હતું જે આગામી ૧૫ ઓક્ટો. સુધી જારી રહેશે. માનવતા, શાંતિ અને સૌહાર્દપૂર્ણ જીવનને પ્રેરિત કરતા ધર્મની પાયાની સમજ આપવા અંગે શહેરની કોલેજોમાં જનજાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
તેના ભાગરુપે એસઆઇઓ માત્ર જનજાગૃતિ કાર્યક્રમો જ નહીં પરંતુ સહભાગીઓને આ ધર્મની સમજ મેળવામાં મદદરુપ થવા એક નાનકડો ટેસ્ટ પણ લેવામાં આવશે. ઇસ્લામની બહેતર સમજને પ્રોત્સાહિત કરવા એસઆઇઓ પ્રતિનિધિઓ દ્વારા અનેક કેમ્પસ કોલેજમાં માહિતી કાઉન્ટર ઊભા કરાવાં આવ્યા હતા અને કેટલીક કોલેજોમાં જે વિદ્યાર્થીઓને ઇસ્લામ અંગે પ્રશ્નો હોય એવા વિદ્યાર્થીઓ સાથે અનૌપચારિક વાતચીત પણ યોજવામાં આવી હતી.
આ અભિયાનના પગલે ઇસ્લામ અંગે પ્રવર્તતા ખોટા ખ્યાલને દૂર કરવાની દિશામાં કાર્યવાહી સમાન છે. આ ઉપરાંત આ ધર્મ અંગે પાયાનું જ્ઞાન અને સમજ આપવામાં આવશે અને લોકોને જણાવવામાં આવશે કે અન્ય કાઇ ધર્મની જેમ ઇસ્લામ પણ માનવતા, શાંતિ અને સૌહાર્દ જીવનને પ્રેરિત કરે છે એવું મુંબઇમાં એસઆઇઓ કેમ્પસ સેક્રેટરી સીમાબખાને જણાવ્યું હતું. તેમણે ઉમેર્યુ હતું કે અમારું માનવું છે કે તમામ ધર્મના લોકોને ઇસ્લામ અને તેના પાયાના ઉપદેશને સમજવા માટે આ એક તક મળી રહેશે. અંતે એક ટેસ્ટ યોજવા પાછળનો હેતુ આ ધર્મ અંગે તમામને નવું શીખવા અંગે પ્રેરણા આપવાનો છે. અભિયાનના અંતે અમે ઇનામો અને પ્રમાણપત્રોથી નવાજેશ કરીશું.