UP : ઈસ્લામ અંગીકાર કરનાર હિન્દુ દંપતીને ધમકીઓ મળતાં સરકાર પાસે સુરક્ષાની માંગ કરી

(એજન્સી) લખનૌ, તા.૧૭
યુ.પી.નાં સિદ્ધાર્થનગર જિલ્લામાં ઈસ્લામ ધર્મ અપનાવેલ દલિત દંપતીના ધર્મ પરિવર્તનના બે મહિના બાદ સરકારથી સુરક્ષાને માંગ કરી છે. તેમણે સરકારથી કહ્યું છે કે, ‘અસામાજિક તત્ત્વો’ અને ‘સાંપ્રદાયિક પાર્ટીઓ દ્વારા તેમને ધમકીઓ આપવામાં આવે છે.
બે મહિના અગાઉ ધર્મ પરિવર્તન બાદ રામધાનીએ નામ બદલી અબ્દુલ રહેમાન અને તેમની પત્નીનું નામ ગુડિયાથી આયશા રાખ્યું.
એક મહિના પહેલાં રહેમાન આયશા અને તેમની ૧૦ વર્ષની પુત્રી સહિત મુસ્લિમ વિસ્તાર પિપરાવામાં રહેવા લાગ્યા તેમણે જણાવ્યું કે, તેમના ધર્મના ઠેકેદારો દ્વારા તેમને ધમકીઓ આપવામાં આવી રહી છે.
રહેમાનની ફરિયાદ પર સિદ્ધાર્થનગર જિલ્લા મેજિસ્ટ્રેટ કુણાલ સૈકુએ પોલીસને તપાસ માટે આદેશ આપ્યા છે. રહેમાન અને તેમના પરિવારને સુરક્ષા આપવાની વાત કહી છે. પરંતુ રહેમાને પોતાની ફરિયાદમાં તેમને ધમકી આપનારા કોઈ શખ્સ કે સંસ્થાની કોઈ જાણકારી આપી નથી.
તમને જણાવી દઈએ કે ર૬ ઓગસ્ટના રોજ રહેમાનના ડી.એમ.મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્ય માનવઅધિકાર આયોગ, ગોરખપુર ઝોનના આઈ.જી., ડી.આઈ.જી અને સિદ્ધાર્થનગરના એસ.પી.ને લેખિતમાં ફરિયાદ કરી હતી.
જેમાં તેમણે લખ્યું હતું કે, તેમને અને તેમની પત્નીને ઈસ્લામ ધર્મ અપનાવી લીધું છે. પરંતુ તેમણે ઈસ્લામ કોઈ બળજબરીપૂર્વક નહીં પરંતુ ઈસ્લામથી પ્રભાવિત થઈ ઈસ્લામ ધર્મ અપનાવ્યું છે. અસામાજિક તત્ત્વો અને સાંપ્રદાયિક પાર્ટીઓ ઈસ્લામ ધર્મ અપનાવ્યા બાદથી જ ધમકીઓ આપી રહી છે. જેથી ભયના કારણે અહીંથી ત્યાં સંતાઈને રહીએ છીએ માટે અમે સુરક્ષાની માંગ કરીએ છીએ. અમારી સાથે જે પણ દુર્ઘટના થશે તેનો જવાબદાર માત્રને માત્ર અસામાજિક તત્ત્વ અને સાંપ્રદાયિક પાર્ટીઓ હશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks