Gujarat

ઈસ્લામ ધર્મ વિશે અભદ્ર વાણીવિલાસ કરનાર શૈતાન સોનું ડાંગર સામે કડક કાર્યવાહીની માંગ

ઉપલેટા,તા.૧૧
આજ રોજ સુન્ની મુસ્લિમ જમાત દ્વારા એક મૌન રેલી કાઢી ઉપલેટા મામલતદારને આવેદન આપવામાં આવેલ હતું. જેમાં હાલમાં થોડાક દિવસો પહેલાં રાજકોટની મહિલા બુટલેગર સોનુ ડાંગર નામની મહિલાએ હુઝુરે અકરમ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ અને ઈસ્લામ ધર્મ વિશે અશ્લીલ વાણીવિલાસ કરી ખરાબ ઉચ્ચારણો કરેલ છે. તેને વખોડી કાઢી અને આવી નાપાક હરકતની વિરુધ્ધમાં તેમજ હાલમાં જ મ્યાનમાર ખાતે મુસ્લિમોની થઈ રહેલ કત્લેઆમ તાત્કાલિક રોકવામાં આવે તેના અનુસંધાને ઉપલેટા શહેર તથા તાલુકાના મુસ્લિમો આજરોજ એક મૌન રેલી આ મનહુસ, નાપાક, શૈતાન સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવા માટે ઉપલેટા શહેર તથા તાલુકા મુસ્લિમોએ ઉગ્ર માંગ કરેલ છે.
આ મૌન રેલીમાં સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ સીદ્દીકભાઈ બાવાણી, શીરાશ દાઉદશા શેખ, સૈયદ અમીનબાપુ, સૈયદઅલી બાપુ, સૈયદ મુસ્તુફાબાપુ કાદરી, ઉપલેટા શહેર કોંગ્રેસ માઈનોરિટીના ચેરમેન દીલાવર હિંગોરા, રફીક શેખ, હામદસર લંબા, જાફર ખાંટ, એહમદ કલીવાલા, એઝાઝ વાયવાલા, યાસીન (ભોપલા) શેખ, દીલાવર વાલેરા, મસ્જિદોના ઈમામ સાહેબો અને બહોળી સંખ્યામાં મુસ્લિમો આ મૌન રેલીમાં જોડાયેલ હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    CrimeGujarat

    કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

    મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
    Read more
    CrimeGujarat

    વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

    વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.

    1 Comment

    Comments are closed.