ઇસ્લામ કોઇપણ પ્રકારની ઇબાદત નહીં પરંતુ અમલનું નામ છે : મૌલાના કલ્બે સાદિક

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦
શિયા ધર્મગુરૂ તથા સ્કોલર ડોક્ટર કલ્બે સાદિકે એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું છે કે, દીને ઇસ્લામ કોઇ પ્રકારની ઇબાદત નહીં પરંતુ સાચા અમલનું નામ છે. એ વાત યાદ રાખવી જોઇએ કે, નમાઝ, રોઝા, ઝકાત અને હજ આ તમામ ઇબાદતો માર્ગ બતાવે છે. કેમ કે, ઇસ્લામ એ ધર્મ છે જે ચરિત્ર નિર્માણની તાલીમ આપે છે. ઇસ્લામના સંબંધમાં બાબતો સામાન્ય થઇ રહી છે તે ઇસ્લામ સાથે કોઇ સંબંધ ધરાવતી નથી જેનું મુખ્ય કારણ એ છે કે, આપણે ઇસ્લામને યોગ્ય રીતે રજૂ કરી શકતા નથી. તેમણે કહ્યું કે, ઇસ્લામ એમ કહે છે કે, તમે ઊંઘવા માટે સાંજે તૈયારી કરી રહ્યા હોવ અને તમારો પાડોશી ભલે પછી તે મુસ્લિમ ન હોય અને તે ભૂખ્યો હોવાની તમને ખબર પડે તેમ છતાં તમે પાછા ઊંઘી ગયા તો જ્યારે તમે સવારે ઊઠો ત્યારે તમે સાચા મુસ્લિમ રહેતા નથી. આ જ ઇસ્લામ છે જેમાં માનવતા સિવાય કોઇ વાત કહેવામાં નથી આવી, પરંતુ દુઃખ એ વાતનું છે કે, આજે લોકો ઇસ્લામને ૈંજીૈંજી સાથે સાંકળી રહ્યા છે. જેનું કારણ એ છે કે, આવા તત્વોને ઇસ્લામની ખરી સમજ આપવામાં આવતી જ નથી. મૌલાના કલ્બે સાદિકે ઇન્ડિયા ઇસ્લામિક કલ્ચરલ સેન્ટરમાં આયોજિત હુસૈન (રદિ.) દિવસના પ્રસંગે કાર્યક્રમમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks