(એજન્સી)
તિરુવનન્તપુરમ,તા.૨૧
ઇસ્લામમાં અફીલા અશોકનનું ધર્માંતરણ અને ત્યારબાદ શફી જહા સાથેના તેના લગ્નને કારણે માત્ર લોકોના ભવાંજ ઊંચા થઇ ગયા ન હતા પરંતુ એવા તબક્કે આ વાત પહોચી હતી કે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીએ આ મુદ્દામાં તપાસ કરવાનું શરૂ કરવું પડ્યું હતું. પરંતુ પ્રથમ પગલું ભરતા પહેલા તેણે એ સમજવાનો પ્રયત્ન કરવો જોઇએ કે પશ્ચિમમાં ખાસ કરીને શ્વેત મધ્યમ વર્ગમાં હજારો લોકોએ હજુ શા માટે મુસ્લિમ રહેવાનું પસંદ કર્યુ છે.
લંડન સ્થિત ‘ફેઇથ મેટર્સ’ નામના સંગઠન દ્વારા ૨૦૧૧માં આ માઇનોરિટી વિધીન માઇનોરિટી રિપોર્ટ જારી કરવામાં આવ્યો હતો કે જેની પાછળનો હેતુ સંઘર્ષ નિવારવાનો અને આતંકવાદ સામે લડવાનો હતો. મોટા ભાગના લોકો ઇસ્લામ સગવડતા માટે અંગિકાર કરે છે કારણ કે તેમના જીવન સાથીઓ કે ભાગીદારો મુસ્લિમ હોય છે જ્યારે અન્ય લોકો સુફીવાદ, પ્રવાસ અને મુસ્લિમ મિત્રો સાથે સાંસ્કૃતિક અભિગમ કેળવે છે અને એ દ્વારા તેમને ઇસ્લામનું જ્ઞાન થાય છે જે અંતે તેમના ધર્માંતરણમાં પરિણમે છે. ગુજરાત સરકારને પાંચ વર્ષમાં ધર્માંતરણ માટે ૧૮૩૮ અરજીઓ મળી છે જેમાં ૧૭૩૫ હિંદુઓ, ૫૭ મુસ્લિમો, ૪૨ ખ્રિસ્તીઓ અને ૪ પારસીઓનો સમાવેશ થાય છે. ફેઇથ મેટર્સ સર્વેમાં ૬૫ ટકા ધર્માંતરણને કોઇ પણ રીતે લગ્ન સાથે સાંકળવામાં આવ્યું નથી. લગ્ન થાય તે પહેલાં તેમનું ધર્માંતરણ કરાયું હતું અને પોતાના જ ધર્મમાંથી જીવનસાથી પસંદ કરવાનો નિર્ણય અંતે તેમના ઇસ્લામ અંગિકારમાં પરીણમ્યો હતો. અફીલા કે જેનું નામ હવે હાદિયા છે તે આ પ્રવાહને સુસંગત છે કારણ કે ધર્માંતરણ સમયે હાદિયા શફી જહા સાથે ડેટિંગ કરતી ન હતી.
ત્યારબાદ તેમની મેટરીમોની વેબસાઇટ પર નોંધણી કરાવવામાં આવી હતી અને શફી જહાની પસંદગી કરી હતી કારણ કે અફીલા (હાદિયા) એવું જણાવ્યું હતું કે શફી જહાં પોતાના માપદંડોની પૂર્તતા કરે છે. આમ આજે સફેદ મધ્યમવર્ગના લોકો ઇસ્લામમાં ધર્માંતરણ કરાવી રહ્યા છે જે દાયકા પૂર્વેના પ્રવાહની વિરુદ્ધ છે. ભારતમાં જ્ઞાતિ પ્રથાની અસમાનતા વિરુદ્ધ વિરોધ તરીકે ઇસ્લામ ધર્મ અંગિકાર કરવામાં આવે છે. જો કે હાદિયાએ પોતાના ધર્માંતરણને વિરોધ તરીકે દર્શાવ્યો ન હતો. તે ઇસ્લામ પ્રત્યે એટલા માટે આકર્ષાઇ હતી કે તેની એક ફ્લેટમેટ જસીના સારુ પાત્ર ધરાવતી હતી. પરંતુ જ્યારે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી આ મામલામાં તપાસ કરી રહી છે ત્યારે અહમ પ્રશ્ન એ ઊભો થાય છે કે શું નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીએ તેમાં તપાસ કરવી પડે તો શું આ સમગ્ર મામલા પાછળ કોઇ રાજકીય હેતુ છે ? અને એનઆઇએ પર ભારતીય રાજકારણનું નિયંત્રણ છે ?