(એજન્સી) ગાઝા,તા.૧૦
ગાઝા સ્ટ્રીપમાં આવેલા હમાસના સ્થળ પર મંગળવારે રાત્રિના સમયે ઈઝરાયેલ દ્વારા બોમ્બ વિસ્ફોટ કરાતાં ૩ લોકો ઘાયલ થયા છે, જેમાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે તેમ જેવિસ રાજ્ય પર રોકેટ દ્વારા હુમલો થયા બાદ પેલેસ્ટીની સુરક્ષા સમિતિ તથા તબીબી સૂત્રોએ જણાવ્યું હતું. ઈઝરાયેલ દ્વારા હાથ ધરવામાં આવેલી યુદ્ધની યોજના અનુસાર, તેણે ઉત્તરીય ગાઝામાં આવેલી હમાસની લશ્કરી પાંખના સ્થળ પર હુમલો કર્યો હતો અને તેની બે છાવણીઓના પાયાઓને તોડી નાખ્યા હતા, જેને કારણેે મોટા પાયે નુકસાન થવા પામ્યું છે. ગાઝા શહેરની શિફા હોસ્પિટલના એક તબીબી અધિકારીએ જણાવ્યું કે, આ હુમલામાં ઘાયલ થયેલા ૩ લોકોની સારવાર કરવામાં આવી રહી છે, જેમાં ૨૬ વર્ષીય એક યુવાનનો સમાવેશ થાય છે, જેને માથાના ભાગે ધારદાર છાપરું વાગતાં ગંભીર ઈજાઓ થવા પામી હતી.
ઈઝરાયેલી સેનાએ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, તેમણે દક્ષિણીય ઈઝરાયેલમાં ઉતરાણ પામેલા રોકેટ દ્વારા પણ બોમ્બ વિસ્ફોટ કરતાં પહેલા ગાઝામાં હુમલાઓ કર્યા હતા. જો કે, આ હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી, તેમ લશ્કરી પ્રવક્તાએ જણાવ્યું હતું. ગાઝા પર કાબૂ ધરાવતા ઈઝરાયેલ તથા આતંકી હમાસની વચ્ચે વર્ષ ૨૦૦૮થી અત્યાર સુધીમાં ૩ વખત યુદ્ધ થઈ ચૂક્યું છે. વર્ષ ૨૦૧૪થી મોટે ભાગે બંધ રહેતી સરહદ પર સતત યુદ્ધ વિરામનો ભંગ કરવામાં આવે છે. હમાસ આતંકીઓના વિરોધી આતંકીઓ દ્વારા ઈઝરાયેલમાં મિસાઈલ તથા રોકેટ દ્વારા હુમલાઓ પણ કરવામાં આવે છે. પરંતુ ઈઝરાયેલ દ્વારા આ માટે હંમેશા હમાસ પર જ આરોપ મૂકવામાં આવે છે અને સામાન્ય રીતે તેનો બદલો લેવા માટે ઈઝરાયેલ દ્વારા હમાસ પર પણ આવા હુમલાઓ કરવામાં આવે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, એન્ટાનિઓ ગુટેરરેસ, યુ.એન.ના સામાન્ય સચિવ તરીકે ઈઝરાયેલની પ્રથમ મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ આ મહિનાના અંતમાં પેલેસ્ટીની પ્રદેશની પણ મુલાકાત લેશે અને ૭૦ વર્ષથી યુ.એન.ના ફ્રન્ટ બર્નર પર ચાલી રહેલા સંઘર્ષનું નિરીક્ષણ પણ કરશે. જો કે, એન્ટાનિઓ ગુટેરરેસની મુલાકાતને યુ.એન.માં રહેલા પેલેસ્ટીની રાજદૂત રિયાદ મન્સૂરે ખૂબ જ ગંભીર પરિસ્થિતિઓના સમયે લેવામાં આવી રહેલી મુલાકાત ગણાવી છે. આ સમયગાળામાં બે રાજ્યોની વચ્ચે ચાલી રહેલા ઉકેલના સમયમાં પણ હુમલાઓ થઈ રહ્યા છે. આ સમયે પેલેસ્ટીનીઓ ઈઝરાયેલના કબજામાંથી મુક્ત થઈને પેલેસ્ટીનને એક અલગ રાજ્ય તરીકે સ્થાપિત થયેલું જોવા માંગે છે.