National

ઈસરોએ લોન્ચ કર્યો, RISAT-2BR1 સેટેલાઈટ, કે.સીવાન બોલ્યા, આ સફળતા એક માઈલ સ્ટોન

શ્રીહરિકોટા,તા.૧૧
ભારતીય સંસ્થા ઈસરોએ આજે ભારતીય ઉપગ્રહ રીસેટ- 2BR1 અને ચાર અન્ય દેશના ૯ સેટેલાઈટ લોન્ચ કરી ફરી એકવાર દુનિયામાં પોતાનો ડંકો વગાડ્યો છે. ઈસરો દ્વારા આ લોન્ચિંગ પીએસએલવી-સી૪૮ રોકેટ દ્વારા આંધ્રપ્રદેશમાં આવેલા શ્રીહરીકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી કરવામાં આવ્યું હતું. રિસેટ- 2BR1 રડાર ઈમેજિંગ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ છે. તે અંધારા અને વાદળોમાં પણ સ્પષ્ટ તસવીર લઈ શકે છે. હવેથી દેશની સરહદો પર નજર રાખવી ખુબ સરળ બનશે. આ સેટેલાઈટ રાતના અંધારા અને ખરાબ હવામાનમાં પણ કામ કરશે. એટલે કે ધરતી પર ગમે તેટલું ખરાબ હવામાન હોય તો પણ તે કામ કરી શકશે. ગમે તેટલા વાદળ છવાયા હોય, તેની નજર વાદળોને ચીરીને સરહદોની સ્પષ્ટ તસવીર લઈ શકશે. ઈસરોના જણાવ્યાં મુજબ આ સેટેલાઈટને અંતરિક્ષમાં ૫૭૬ કિમીની ઊંચાઈએ કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. ભારતીય સ્પેસ એજન્સી ઈસરોએ તેના મહત્વકાંક્ષી ઉપગ્રહ RISAT-2BR1નું પીએસએલવી-સી ૪૮ દ્રારા સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. શ્રીહરિકોટા સ્પેસ સ્ટેશનથી શક્તિશાળી રડાર ઈમેજિંગ સેટેલાઈટ RISAT-2BR1 ઉપગ્રહ બપોરે ૩.૨૫ કલાકે લોન્ચ કરાયો હતો. આ ઉપગ્રહ સૈન્યને પણ અનેક પ્રકારની મદદ પુરી પાડશે.
પીએસએલવીની આ ૫૦મી ઉડાન છે. શ્રીગરિકોટાથી લોન્ચ થનારું આ ૭૫મું રોકેટ હતું. કૃષિ, વન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સહાયતા હેતુ પણ આ ઉપગ્રહ તૈયાર કરાય છે. ૬૨૮ કિગ્રા વજનવાળા આ ઉપગ્રહની સાથે બીજા ૯ નાના ઉપગ્રહો છે. જેમાં ઈઝરાયેલ, ઈટાલી, જાપાનના એક-એક અને અમેરિકાના ૬ ઉપગ્રહ સામેલ છે. આ લોન્ચિંગ સાથે જ ઈસરોના નામે એક વધુ રેકોર્ડ પણ બન્યો છે. આ રેકોર્ડ છે ૨૦ વર્ષોમાં ૩૩ દેશોના ૩૧૯ ઉપગ્રહ છોડવાનો રેકોર્ડ. ૧૯૯૯થી લઈને અત્યાર સુધીમાં ઈસરોએ કુલ ૩૧૦ વિદેશી સેટેલાઈટ્‌સ અંતરિક્ષની કક્ષામાં સ્થાપિત કર્યા છે. આજના ૯ ઉપગ્રહોને સામેલ કરીએ તો આ સંખ્યા ૩૧૯ થઈ ગઈ છે. આ ૩૧૯ સેટેલાઈટ્‌સ ૩૩ દેશોના છે.
રિસેટ- 2BR1 પાંચ વર્ષ સુધી કામ કરશે. આ સેટેલાઈટની મદદથી રડાર ઈમેજિંગ ઘણી સારી થઈ જશે. તેમાં ૦.૩૫ મીટર રિઝોલ્યુશનનો કેમેરો છે એટલે કે તે ૩૫ સેન્ટીમીટર દૂર આવેલા બે જુદા-જુદા ઓબ્જેક્ટની સ્પષ્ટ રીતે ઓળખ કરી શકશે. આ કેમેરો દુનિયાનો સૌથી શક્તિશાળી કેમેરો છે. તે એલઓસી વિસ્તારોમાં આતંકી ગતિવિધિઓ અને ધૂસણખોરી ઉપર પણ નજર રાખશે. તેનાથી ત્રણ સેનાઓ અને સુરક્ષાબળને મદદ મળશે. તેનું વજન ૬૨૮ કિલોગ્રામ છે. તે લોન્ચિંગની ૧૭મી મિનટમાં જ જમીનથી ૫૭૮ કિલમી દૂર પૃથ્વી પર કક્ષામાં સ્થાપિત થઈ જશે. આ કેમેરો બાલાકોટ જેવી એરસ્ટ્રાઈક અને સરહદ પાર કરીને કરવામાં આવનારી સર્જીકલ સ્ટ્રાઈકમાં પણ ભરપૂર મદદ પુરી પાડશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  NationalPolitics

  દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

  કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
  Read more
  National

  અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

  એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
  Read more
  NationalPolitics

  કેજરીવાલને ૬ દિ’ના રિમાન્ડ, AAP દેશવ્યાપી વિરોધ કરશે

  કેજરીવાલની ધરપકડ સામે સુપ્રીમ…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.