(એજન્સી) નવી દિલ્હી, તા.૭
દેશી નેવિગેશન પદ્ધતિમાં સચોટ પરિણામો માટે એટોમિક કલોકનો થશે ઉપયોગ.
ઈન્ડિયસ સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના નેવિગેશન સેટેલાઈટસ માટે લોકેશન ડેટા મેળવવા ઓટોમિક કલોક વિકસાવવામાં સફળતા મળી છે. હાલ ઈસરો નેવિગેશન સેટેલાઈટ માટે ઓટોમેટિક કલોક યુરોપિયન એરોસ્પેશ કંપની એસ્ટ્રીયમ પાસેથી ખરીદે છે.
આ મામલે સ્પેશ એપ્લિકેશન સેન્ટરના ડિરેકટર તપન મિશ્રાએ કહ્યું હતું કે, સ્પેશ એપ્લિકેશન સેન્ટર દ્વારા હાલ ઓટોમેટિક કલોક વિકસાવી તેના પ્રયોગો ચાલુ છે. તમામ પ્રયોગોમાં સફળતા મળ્યા બાદ ટૂંક સમયમાં નેવિગેશન સેટેલાઈટ માટે ઉપયોગમાં લેવામાં આવશે. એટોમિક કલોક વિકસાવ્યા બાદ ઈસરો વિશ્વની એવી ગણી ગાઠી સંસ્થા પૈકીની એક થઈ જશે જેમણે અવકાશ માટે આ પ્રકારની શોધ કરી હોય.
ભારતની દેશી એટોમિક કલોક વિદેશી કંપની પાસેથી મંગાવેલી એટોમિક કલોક જેવી નહીં હોય. ભારતીય એટોમિક કલોકની ડિઝાઈન અને ટેકનોલોજી ભિન્ન રહેશે. એટોમિક કલોકનો પ્રયોગ પૂરો કરી રોજિંંદા ઉપયોગમાં લેવાતા હજુ પાંચ વર્ષ જેટલો સમય લાગશે તેવું માનવામાં આવી રહ્યું છે.
તાજેતરમાં જીપીએસ જેવી દેશી નેવિગેશન સિસ્ટમ વિકસાવવા ઈસરો દ્વારા ૭ સેટેલાઈટ અવકાશમાં તરતા મૂકવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું. આ સેટેલાઈટમાં એટોમિક કલોકના માધ્યમી નેવિગેશન સેટેલાઈટમાં પોઝીશનિંગ જાણવામાં સચોટતા મળે છે. હાલ ઘણી વખત ઈસરો એટોમિક કલોકની જગ્યાએ ક્રિસ્ટલ કલોકનો ઉપયોગ પણ કરે છે. જો કે, ક્રિસ્ટલ કલોક સેટેલાઈટમાં એટોમિક કલોક જેટલા સચોટ પરિણામ આપતી નથી.