(એજન્સી) તા.૩
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના પુત્રની પ્રથમ તસવીર સામે આવી છે. ફોટોમાં સાનિયા મિર્ઝાના પુત્ર ઈઝાન મિર્ઝા મલિકને ખોળામાં લઈને હોસ્પિટલની બહાર આવતા દેખાઈ રહી છે. સાનિયા અને શોએબના પુત્રની આ પ્રથમ તસવીર છે જે સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે. અત્રે નોંધનીય છે કે સૌપ્રથમ શોએબ મલિકે પોતાના પુત્રના જન્મના સમાચાર સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સને આપ્યા હતા. ત્યારબાદ બને ખેલાડીઓને અભિનંદન આપનારાઓની લાઈન લાગી ગઈ હતી. પૂત્રને જન્મ આપ્યા પછી સાનિયા ટૂંક સમયમાં કોર્ટમાં પરત ફરી શકે છે. પોતાની પ્રેગ્નન્સી દરમ્યાન સાનિયાએ એક ઈન્ટરવ્યુ દરમ્યાન જણાવ્યું હતું કે તેમની ઈચ્છા છે કે ડિલિવરી પછી તેઓ તરત જ કોર્ટ પર ફરી. તેમણે જણાવ્યું હતું કે તેઓ ર૦ર૦ની ટોક્યો ઓલમ્પિકમાં રમવાનું આયોજન કરી રહી છે.