રાજ્યની ગ્રાન્ટેડ કોલેજોમાં વર્ગ-૩ની જગ્યા ભરવા મંજૂરી

અમદાવાદ,તા.૩૦
રાજયની બિનસરકારી અનુદાનિત વિનિયન, વાણિજય, કાયદા તથા શિક્ષણવિદ્યા શાખાની કોલેજોમાં વર્ગ-૩ની વિવિધ સંવર્ગની કુલ ૬૮૮ વહીવટી જગ્યાઓ પૈકી ર૪૭ જગ્યાઓ સીધી ભરતીથી અને ૪૪૧ જગ્યાઓ બઢતીથી ભરવા માટે રાજય સરકારે મંજૂરી આપી છે.
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે રાજય સરકાર સમક્ષ આ વહીવટી જગ્યાઓ ભરવા અંગે વિવિધ શૈક્ષણિક મંડળો/સંગઠનો તફરથી અવારનવાર રજૂઆત મળતા રાજય સરકારના શિક્ષણ વિભાગે વિવિધ વહીવટી જગ્યાઓ ભરવા માટે આ નિર્ણય કરતા આગામી દિવસોમાં આ જગ્યાઓ સીધી ભરતી અને બઢતીથી ભરવા માટેની વહીવટી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ વહીવટી જગ્યાઓમાં કોમ્પ્યુટર પ્રોગ્રામર, ઓફિસ સુપ્રીટેન્ડન્ટ, હેડકલાર્ક, એકાઉન્ટન્ટ, સિનિયર કલાર્ક, જૂનિયર કલાર્ક, ગેસ મિકેનિક, સ્ટોરકીપર, લેબ.આસી. ઈલેકટ્રિશીયન વગેરેની જગ્યાઓનો સમાવેશ થાય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts