સુરતમાં ભાજપ મહિલા નગરસેવિકાના ભાઈના રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૯
શહેરના સૈયદપુરા વિસ્તારના એક બિલ્ડર પાસેથી રૂા.૭૫ હજારની લાંચ માગવાના પ્રકરણમાં સંકળાયેલા ભાજપના મહિલા નગર સેવિકાના ભાઇ પ્રિન્સ સુમરાના રિમાન્ડ પુરા થતાં એસીબીએ તેને કોર્ટમાં રજૂ કરતાં અદાલતે તેને લાજપોર જેલમાં મોકલી આપતો હુકમ કર્યો હતો.
જ્યારે તેના પિતા મોહન સુમરા આગામી તા.૩૧મી ઓગસ્ટ સુધીના પોલીસ રિમાન્ડ પર છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના વોર્ડ નંબર-૧૧ સૈયદપુરા-નાણાવટ-શાહપોર અને કુબેરનગર વિસ્તારની મહિલા કોર્પોરેટર નેન્નશી સુમરાના પિતા મોહન સુમરા તથા ભાઇ પ્રિન્સ સુમરા દ્વારા સૈયદપુરા વિસ્તારના એક બિલ્ડર પાસે ગેરકાયદેસર બાંધકામમાં કોઈ અધિકારીની હેરાનગતિ રોકવાના બહાને રૂા.૭૫ હજારની લાંચ માગી હતી.જે પેટે રૂા.૨૦ હજાર એડવાન્સ પેટે લઇ લીધા બાદ બાકીના રૂા.૫૫ હજાર લેવા જતાં પ્રિન્સ સુમરા એસીબીના અધિકારીઓના હાથે ઝડપાય જવા પામ્યો હતો. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી તા.૨૯મી ઓગસ્ટ સુધીના રિમાન્ડ પણ મેળવ્યા હતા. આ રિમાન્ડ આજે પૂરા થતાં તેને ફરી કોર્ટમાં રજૂ કરાયો હતો. જોકે પોલીસે તેના વધુ રિમાન્ડની માગણી નહીં કરતા, કોર્ટે તેને લાજપોર જેલમાં મોકલી આપતો હુકમ કર્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks