ભાવનગર, તા. ર૯
ભાવનગર તત્કાલિન કમિશનર અને પૂર્વ આઈએએસ પ્રદીપ શર્માના હાઈકોર્ટે જામીન મંજૂર કરતા મોટી રાહત થઈ છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગરની આલ્કોક એશ ડાઉનના એમડી પદના કાર્યકાળમાં લાંચ માંગ્યાના આરોપસર ગુનો નોંધી એસીબી દ્વારા તેમની ધરપકડ કરાઈ હતી.
મની લોન્ડરીંગ અને હવાલા કેસમાં જેલમાં બંધ પૂર્વ આઈએએસ અને ભાવનગર મહાપાલિકાના તત્કાલિન કમિશનર પ્રદીપ શર્માનો ગત ૯મી માર્ચ-ર૦૧૮ના જમીન પર છૂટકારો થયો હતો. તેઓ જેલમાંથી મુક્ત થતા તુરંત જ એન્ટીકરપ્શન બ્યુુરોએ તેમની ધરપકડ કરી હતી. ભાવનગર મ્યુ. કમિશનરના કાર્યકાળમાં હોદ્દાની રૂઈએ તેઓ આલ્કોક એશડાઉનના એમ.ડી. પદે હતા ત્યારે વર્ષ-ર૦૦૯માં સોઘટ શિપયાર્ડ કંપનીની ગ્રાન્ટ મંજૂર કરવા શર્માએ રૂા.રપ લાખની લાંચ લીધી હતી તેવો આરોપ કંપનીના ડિરેકટર સહાય રાજાએ કર્યો હતો જેના આધારે એસીબીએ ગુનો નોંધી શર્માની ધરપકડ કરી કોર્ટના હુકમથી ભાવનગર જિલ્લા જેલ હવાલે કરેલ.
આ કેસમાં જામીન મેળવવા પ્રદીપ શર્મા તરફથી રજૂઆત કરવામાં આવેલી કે બદઈરાદાથી તેમના સામે એક પછી એક કેસ નોંધાઈ રહ્યાં છે. જેથી તેઓ જેલની બહાર ન આવી શકે. આ લાંચનો કેસ ઈ.ડી. સમક્ષ ૧૦ વર્ષ પહેલાં અપાયેલા નિવેદનના આધારે નોંધવામાં આવ્યો છે. ર૦ મહિના જેલમાં રહ્યા પછી જામીન પર તેઓ બહાર નીકળતા જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. જેલવાસ દરમ્યાન લાંચ કેસ મુદ્દે કોઈ એજન્સીએ પૂછપરછ પણ કરાઈ નહોથી. આ ટ્રાન્સૂક્રપ્ટ પર પણ પ્રદીપ શર્મા દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમ તેમને જેલમાં રાખવાનું આયોજન હોવાનો આક્ષેપ કરી રજૂઆત કરાઈ હતી કે તેમને સામાન્ય જામીન મળવા જોઈએ. દરમ્યાનમાં જામીન મંજૂર થતાં આજે તેઓ ભાવનગર જિલ્લા જેલમાંથી બહાર નિકળ્યા હતા. જિલ્લા જેલમાંથી બહાર આવ્યા ત્યારે વકીલ નિલેશ બાંભણિયા, હરેશભાઈ ડોડિયા તથા અન્યએ તેમને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું.