જૈન સાધુએ જેલનું ખાવાનું બંધ કર્યું ફળ અને દૂધનો આહાર લઈ રહ્યા છે

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૩
શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલા દિગમ્બર જૈન મંદિરના આચાર્ય શાંતિસાગરે કોલેજીયન યુવતી સાથે બળાત્કાર કરતા અઠવા પોલીસે ધરપકડ કરી હતી. હાલમાં શાંતિસાગર લાજપોર જેલમાં બંધ છે. જેલમાં સામાન્ય કેદીઓની જેમ તેઓને રાખવામાં આવી રહયા છે ત્યારે તેઓને કાંદા-લસણવાળુ ભોજન જેલના નિયમો પ્રમાણે આપવામાં આવે છે. જો કે જમણવારમાં કાંદા-લસણ ખાતા હોવાથી તેમણે જેલમાં જમવાનું બંધ કરી દીધું હતું. ફળ અને દૂધનો આહાર લઈ રહયા છે. જ્યારે હજુ પણ શાંતિસાગર પોતે નિર્દોષ હોવાનો લૂલો બચાવ કરી રહ્યા છે.
લાજપોર જેલમાં કાચા કામના કેદીઓ સાથે રાખવામાં આવ્યા છે. જૈન આચાર્ય હોવાને નાતે તેઓને કાંદા-લસણ વગરનું જમવાનું મળી રહે તે માટે વકીલ કલ્પેશ દેસાઈ મારફતે જેલ પ્રશાસનને અરજી કરવામાં આવી છે. જો કે તેમને બહારનું ટિફિન આપવું કે નહિ તે અંગેનો નિર્ણય આગામી દિવસો લેવાશે. હાલમાં જેલનું જમવાનું બંધ કરી દઈ માત્ર ફળ અને દૂધનો આહાર વકીલ મારફતે જેલ પ્રશાસનને કરવામાં આવેલી અરજી પેન્ડિંગ હોવાનું જાણવા મળે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks