જયપુર પેટાચૂંટણી : કોંગ્રેસે જંગી બહુમતીથી ભાજપને પરાજય આપ્યો

(એજન્સી) જયપુર, તા.૬
જયપુરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની પેટાચૂંટણીમાં કોંગ્રેસે ભવ્ય સફળતા પ્રાપ્ત કરી હતી. ભાજપના અશોક અગ્રવાલના પ૧૯૧ મતથી હરાવી કોંગ્રેસના ઈકરામુદ્દીન વિજયી બન્યા હતા. નગરપાલિકાના વરિષ્ઠ સભ્ય ગુલામનબીનું ર૩મી એપ્રિલે નિધન થતાં આ ચૂંટણી યોજાઈ હતી. બુધવારે ત્રણ તબક્કામાં મતગણતરી કરવામાં આવી હતી અને ત્રણ તબક્કામાં કોંગ્રેસના ઉમેદવારે ર૬૦૯, ૩૧૮૬ અને ૧૭૩૬ મત પ્રાપ્ત કરી આગળ રહ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવારના ૩૯૬, ૧૦૮૧ અને ૮૬૩ મત પ્રાપ્ત થયા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks