ગુજરાતમાં ર૦પ૦ સુધી જળ સમસ્યા ન થાય તેવું આયોજન અને કામ કરાશે

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૭
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઈઝરાયેલના પ્રવાસ પહોંચતા પ્રથમ દિવસે તેમણે શેફડેન સ્થિત ડેન રિજિયન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે વોટર મેેનેજમેન્ટ ટેકનોલોજિક વિષયક પરામર્શ કર્યો હતો અને ઈઝરાયેલના ઉપલબ્ધ જળ સંસાધનના કાર્યક્ષમ ઉપયોગના અનુભવ જ્ઞાન અને સહભાગીતાથી ગુજરાતમાં ર૦પ૦ સુધી જળ સમસ્યા ન થાય તેવુ આયોજન કરવાનો મુખ્યમંત્રીએ નિર્ધાર કર્યો હતો. આ સાથે પેટાહ-ટીકવામાં ગુજરાત સરકાર અને એમ-પ્રેસ્ટ વચ્ચે ગુજરાતમાં સ્માર્ટ સ્ટેટ ઓફ ધ આર્ટ સિટી વિકસાવવા ગેપ-જીએપી એનાલિસીસ માટે એમઓયુ થયા હતા. શેફડેન સ્થિત ડેન રિજિયન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઈઝરાયેલનો સૌથી મોટો વેસ્ટ પ્લાન્ટ છે. તેની ક્ષમતા રોજના ૩ લાખ ૭૦ હજાર ઘન મીટર ૩૭૦ એમએલડી શહેરી વેસ્ટ વોટર ટ્રીટ કરવાની છે. મુખ્યમંત્રીએ આ પ્લાન્ટની મુલાકાત દરમ્યાન કહ્યું કે ગુજરાત અને ઈઝરાયેલ બેઉ પ્રદેશો પાણીની સમાન સમસ્યા ચેલેન્જનો સામનો કરી રહ્યા છે. ઈઝરાયેલે નેચરલ વોટર, રિસાયકલ્ડ વોટર અને ડિસેલિનેશન વોટરથી પોતાની પાણી જરૂરિયાતો વ્યાપકપણે સંતોષી છે તેના અનુભવ જ્ઞાન અને જળ સંસાધનોનો કાર્યદક્ષ ઉપયોગ કરીને ગુજરાતને ર૦પ૦ સુધી જળ સુરક્ષિત રાજ્ય બનાવવું એ સમયની માંગ છે. તેમણે એમ પણ સૂચવ્યું કે રાજ્યના મહાનગરો અને વિકસી રહેલા નગરોમાં ઈઝરાયેલની આ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ ટેકનોલોજીથી વધુ સારી રીતે વેસ્ટ વોટર એકત્રીકરણ અને ટ્રીટમેન્ટ કરી તેને પીવાના ઉપયોગ સિવાય પુનઃ વપરાશ ઉપયોગ થઈ શકે. મુખ્યમંત્રી અને પ્રતિનિધિમંડળે ઈઝરાયલ પ્રવાસના પ્રથમ દિવસે ઈઝરાયલના પેટાહ-ટીકવા સ્થિત એમ-પ્રેસ્ટની મુલાકાત લીધી હતી. ગુજરાત સરકાર અને એમ-પ્રેસ્ટ વચ્ચે થયેલા આ સમજૂતી કરાર એમ.ઓ.યુ.ના ભાગરૂપે ગુજરાતમાં આધુનિક અને અતિઆધુનિક સ્માર્ટસિટી (સ્માર્ટ સ્ટેટ ઓફ ધ આર્ટ સિટી) વિકસાવવાની દિશામાં એમ-પ્રેસ્ટ જરૂરિયાત વિશ્લેષણ-ગેપ એનાલિસિસ તથા શક્યતાના નિદર્શન સાથે પ્રૂફ ઓફ કન્સેપ્ટની પ્રક્રિયા હાથ ધરશે.
ગુજરાત ઈઝરાયલ વચ્ચે સ્માર્ટ અને સેફ સિટીઝના મુદ્દે ગહન વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો તથા ડેટા એનાલિટિકલ અને એડવાન્સડ સોફ્ટવેર્સના ઉપયોગ દ્વારા કેમેરા તથા વીડિયોની ક્ષમતાઓમાં વૃદ્ધિ કરીને શહેરોને વધુ કાર્યદક્ષ અને સ્માર્ટ બનાવવા મુદ્દે પણ ચર્ચા વિચારણા થઈ હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks