પાનમ નદીમાં રેતી ખનન કરતાં ૧રથી વધુ વાહનો સાથે હીટાચી મશીનની જળ સમાધિ

(સંવાદદાતા દ્વારા) દેવગઢબારિયા, તા. ૧૮
દેવગઢબારિયા તાલુકામાં ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના કારણે પાનમ નદીમાં ધસમસતા પૂર આવતા ઉંચવાણ ગામ ખાતે નદીમાં ૧રથી ૧પ જેટલા વાહનો સહિત એક હીટાચી મશીને જળસમાધિ લીધી.
દેવગઢબારિયામાંથી પસાર થતી પાનમ નદી બંને કાંઠે ધસમસતા પૂરમાં વહેતી થઈ હતી. પાનમ પુલથી લગભગ ત્રણેક કિ.મી. દૂર આવેલ ઉંચવાણ ગામ ખાતે રેતી ભરવા માટે ટ્રેકટરો અને ટ્રકોની લાઈન પણ આ જ દિવસે સાંજના સમયે લાગી હોવાનું અનુમાન છે. આ તમામ ટ્રકો અને ટ્રેકટરો રાત્રિના સમયે રેતી ભરવી તે ગેરકાયદેસર છે. કેમકે રાત્રિના સમયે ખાણ ખનીજ વિભાગના જણાવ્યા મુજબ કોઈ રોયલ્ટી પાસ આપવામાં આવતા નથી. આશરે ૧રથી ૧પ જેટલા વાહનો તથા રેતી ભરવા માટેનું એક હીટાચી મશીન ઉંચવાણ ગામની પાનમ નદીમાં ભારે પૂર આવવાથી ડૂબી ગયું હતું. જાણવાં મળતી માહિતી મુજબ આ હીટાચી મશીનના હેલ્પર જાવેદ મહંમદ અબ્દુલમજીદ રહે. દેવગઢબારિયા (મ.પ્ર.)નાનો પણ આ મશીન ડૂબી જવાની સાથોસાથ પાણીના પૂરમાં તણાઈ ગયો હતો. જેની લાશ બિલિયા ગામની પાનમ નદીના ઝાડી ઝાંખરામાંથી મળી આવી હતી. હજુ પણ એક માણસ તપાઈ ગયો હોવાની શંકાઓ થઈ રહી છે. પરંતુ હજુ સુધી તેના કોઈ સગડ મળ્યાં નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks