(સંવાદદાતા દ્વારા)
સુરત,તા.૨૪
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના આજના પદવીદાન સમારંભમાં પીએચ.ડી.ની પદવી લેવાઆવનારા મુસ્લિમ વિદ્યાર્થીઓનો મહત્તમ અભિગમ એવો હતો કે કોઇના પણ ધર્મમાં કોઇએ પણ દખલગીરી કરવી યોગ્ય બાબત નથી.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આજે યોજાયેલા પદવીદાન સમારંભમાં પીએચ.ડી.ની પદવી મેળનાર કુલ ૬૩ વિદ્યાર્થીઓમાં ભરુચની રીઝવાના અબ્દુલ રહીમ પટેલનો પણ સમાવેશ થાય છે.ભરુચ જિલ્લાના જંબુસર તાલુકાની વતની રીઝવાના અબ્દુલ રહીમ પટેલ કે જે હાલ ભરુચની જે.પી.સાયન્સ કોલેજની અધ્યાપક છે.તેણીએ સીમાલિરિટી સોલ્યુશન્સ ઓફ સમ મલ્ટી ડાયમેન્સન્લ વિસ્કસ ફ્લો ઓફ નોન ન્યુટેાનિયન ફ્લુઇડસ વિષયમાં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. તેણીએ ડો.એમ.જી.ટીમોલ ના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. કર્યું હતું.તેણીએ આજે યુનિ.ના ઇન્ચાર્જ કુલપતિ ભાસ્કર રાવલના હસ્તે આ ડિગ્રી મેળવી હતી.રીઝવાનાએ જણાવ્યું હતું કે તેણીએ જે વિષય ઉપર ડિગ્રી મેળવી છે,તે વિષય મુખ્યત્વે ઔદ્યોગિક પ્રવાહીની મુશ્કેલીઓના નિવારણ માટે ઉપયોગી થઇ પડે છે.તેણીએ તમામ સમાજની સ્ત્રીઓ માટે ભણતરને મહત્વ આપ્યું હતું.જેની પાછળનું કારણ જણાવતા રીઝવાના કહે છે કે,ભણવાથી પગભર થવાય છે,અને તોજ સ્ત્રીઓનું કોન્ફિડન્સ(આત્માવિશ્વાસ) લેવલ ઉચું જશે.આજના સમયમાં સ્ત્રીઓની ભણતરની ભૂખને બિરદાવનાર રીઝવાના સુપ્રિમ કોર્ટ દ્વારા હાલમાં જ ટ્રીપલ તલાકના મુદ્દે આપવામાં આવેલા ચુકાદા સામે થોડીક નારાજગી પણ વ્યક્ત કરી હતી.તેણીનું માનવું છેકે જેઓની સાથે ખરેખર અન્યાય થયો છે.તેમના માટે આ ચુકાદો સારો છે.પરંતુ જેઓ બીજાઓનો ફાયદો ઉઠાવવા માંગે છે.તેમના સંદર્ભમાં આ યોગ્ય નથી.પોતે આજે જે ડિગ્રી પ્રાપ્ત કરી છે,તે માટે તેણીએ પોતાના પિતા અબ્દુલ રહીમનો ભારોભાર આભાર માન્યો હતો.અબ્દુલ રહીમના પરિવારમાં આ પ્રથમ એવી દીકરી છે કે જે પીએચ.ડી. થઇ છે.