(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૫
ચકલાસીમાં રહેતાં સવીતાબેન રાવજીભાઈ શનાભાઈ ગોહેલ ઉ.વ.પ૬ની આણંદ શહેરના મંગળપુરા વિસ્તારમાં આવેલી નવી શરતની જમીન પર તેમના સબંધી જેઠના દિકરા વીનુ શીવા ગોહેલ નજર પડતાં જમીન પચાવી પાડવા માટે તેણે મલાતજના ઈન્દ્રેશ અંબાલાલ પટેલ, મેહુલ પટેલ, મંગળપુરાના લાલજી ગોહેલ, વસરામ રબારી તથા અજાણી મહીલાને સાથે રાખીને સવીતાબેનના નામની ઓળખ આપી બીજી જ મહિલાને રજુ કરી કલેકટર સમક્ષ નવી શરતની જમીનને નવી શરતમાં ફેરવીને સવીતાબેનના નામના ખોટા અંગુઠા તથા ખોટા ફોટા લગાવી તેને સાચા રજુ કરી કુલમુખત્યારનામુ તૈયાર કરી તેમાં પણ સવીતાબેનનાં ખોટા અંગુઠા અને ફોટા લગાવીને તેને સાચા તરીકે રજીસ્ટાર ઓફીસમાં રજુ કરી અને જમીન નામે કર્યાં બાદ વીનુ શીવા ગોહેલે જમીનને ખોટી રીતે દીનેશ અંબાલાલ પટેલને રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કરીને વેચી દીધી હતી. સવીતાબેને પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનું બહાર આવતાં આણંદ ટાઉન પોલીસ સ્ટેશને જેઠના દિકરા વીનુ શીવા ગોહેલ, ઈજ્ઞેશ અંબાલાલ પટેલ, મેહુલ પટેલ, લાલજી બાબર ગોહલ, વસરામ લાલજી રબારી તથા એક મહિલા સહિત ૬ ઈસમો સામે ફરિયાદ કરતાં ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રોગતિમાન કર્યાં છે.