રાયપુરના પૂર્વ કલેક્ટર જમીનોની અદલા-બદલીના ભ્રષ્ટાચારના મામલાને દબાવવા ભાજપમાં સામેલ થયા હોવાનો આરોપ

(એજન્સી)
નવી દિલ્હી, તા.૬
ગત મહિને છત્તીસગઢની રાજધાની રાયપુર જિલ્લાના જિલ્લાધિકારી ઓ.પી.ચૌધરીએ પોતાના પદથી રાજીનામું આપ્યા બાદ રાજ્યમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીનો પાલવ પકડ્યો છે. ચૌધરીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી રમનસિંહની હાજરીમાં ભાજપમાં પ્રવેશ કર્યો હતો.
દિલ્હીમાં સત્તાધીશ પણ આમ આદમી પાર્ટીએ આઈએએસની નોકરી છોડી ભાજપમાં સામેલ થયેલા ઓ.પી.ચૌધરી પર ગંભીર આરોપ મૂક્યા છે. આપના વરિષ્ઠ નેતા અને છત્તીસગઢ પ્રભારી ગોપાલ રાયે કહ્યું કે, ઓ.પી.ચૌધરીએ દંતેવાડા કલેક્ટર તરીકે સરકારી જમીન અને ખાનગી જમીનની અદલા-બદલી કરી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. તેમના પર ખેતીલાયક જમીનને ઔદ્યોગિક જમીન જાહેર કરવાનો આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું કે, માર્ચ ર૦૧૩માં તલાટી, તાલુકા મામલતદાર અને એસ.ડી.એમ.ને મળી માત્ર ૧પ દિવસમાં ઓ.પી.ચૌધરી ખાનગી જમીનના બદલામાં ચાર વ્યક્તિઓને સરકારી જમીન આપવાની પ્રક્રિયા પૂરી કરી હતી.
રાયએ આરોપ મૂક્યો છે કે, સ્પષ્ટ છે કે, કલેક્ટરએ કાર્યવાહી અને બદનામીથી બચવા રાજીનામું આપ્યું છે. સરકાર ભ્રષ્ટ અધિકારીઓને બચાવી રહી છે અને રાજનૈતિક ફાયદા માટે પોતાના દળમાં સામેલ કરી રહી છે. રાયએ કહ્યું કે, આમ આદમી પાર્ટી આ મુદ્દે લોકપાલ પાસે જશે ચૌધરી વિરૂદ્ધ મામલો દાખલ કરશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks