રાજુલાના બે બુટલેગરોની જામીન અરજી કોર્ટે ફગાવી

(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૨૧
જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સરાહનીય કામગીરી રાજુલના બે બુટલેગરોએ જેલમાંથી છૂટવા જામીન અરજી મુકતા પોલીસ દ્વારા તટસ્થ પુરાવા સાથેનું સોગંધનામુ મુકતા કોર્ટે જામીન ના મંજૂર કરેલ હતા. વિદેશી દારૂના જથ્થાના સપ્લાયર આરોપીઓ જાલીમ ભગુ બારૈયા, રહે.કડીયાળી, તા.રાજુલા તથા જયરાજ બિચ્છુવાળા, રહે.રાજુલા વાળાઓને તા.૦૨/૦૮/૨૦૧૮ના રોજ પકડી પાડી જાફરાબાદ મરીન પો.સ્ટે.ના ગુનામાં અટક કરવામાં આવી છે.
જેલમાં રહેલ આરોપીઓ (૧) જાલીમ ભગુ બારૈયા, તથા (ર) જયરાજ બિચ્છુવાળા, એ પોતાના જામીન મંજૂર થવા એડી.સેશન્સ કોર્ટ, રાજુલા ખાતે અરજી કરેલ. જે અરજીના જવાબમાં તપાસ કરનાર અધિકારીએ તપાસ દરમ્યાન મેળવેલ સજ્જડ પુરાવાઓ કોર્ટમાં રજુ કરેલ જેથી પોલીસ અધિકારી દ્વારા આરોપીઓને જામીન મુક્ત કરવામાં આવે તો તપાસને ગંભીર અસર પડે તેમ હોવાનું સોગંદનામું કોર્ટમાં રજૂ કરેલ અને સરકારી વકીલ રાજુલા તથા તપાસ કરનાર અધિકારીએ નામ.સેશન્સ કોર્ટમાં ધારદાર દલીલ કરતાં સેશન્સ કોર્ટ રાજુલા દ્વારા જાલીમ ભગુ બારૈયા તથા જયરાજ બિચ્છુવાળાની જામીન અરજી નામંજૂર કરી છે. જેથી બંને આરોપીએ જેલમાંથી બહાર નીકળવાના અરમાન પર પાણી ફરી વળ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks