જમીન વહેંચણી બાબતે થયેલ તકરારમાં પિતાએ તીર મારી દેતાં પુત્રએ આંખ ગુમાવી

છોટાઉદેપુર, તા.૭
છોટાઉદેપુરના વનાર ગામે જમીન વહેંચણી બાબતે થયેલ તકરારમાં પિતાએ પુત્રને તીર મારી દેતાં સદનસીબે સારવાર દરમ્યાન ઈજાગ્રસ્ત પુત્રએ આંખ ગુમાવી દેવાનો વારો આવ્યો હોવાના અહેવાલો મળવા પામ્યા છે.
છોટાઉદેપુરથી થોડા અંતરે આવેલ વનાર ગામે તા.૬-૭-ર૦૧૮ના રોજ સાંજના સાતેક વાગ્યાના સુમારે કિન્દુભાઈ તેમજ તેમના પિતા તથા તોહમતદાર દેજલાભાઈ મનુકીયાભાઈ રામ્યા વચ્ચે જમીનના ભાગ-લાગ અને વહેંચણી બાબતે તકરાર થવા પામી હતી. અને આ તકરાર વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં દેજલાભાઈએ તેઓના પુત્ર-કિન્દુભાઈને તીર ભોકી દેતાં આ તીર ઈજા પામનારની ડાબી આંખમાં ઘૂસી ગયું હતું જે અંગે ૧૦૮-ઈમરજન્સીને કોલ મળતાં ઘટના સ્થળે દોડી જઈ ઈજાગ્રસ્તને કેસર હોસ્પિટલ ખાતે લવાતાં તબીબો દ્વારા ઈજાગ્રસ્તની જાન તો બચાવી લીધી હતી પરંતુ ગંભીર ઈજાઓ આંખે પહોંચતાં ઈજાગ્રસ્તની આંખ નકામી થઈ જવાનું તબીબોએ પ્રાથમિક તબક્કે જણાવ્યું હતું.
જ્યારે બીજી તરફ ઘટનાની જાણ છોટાઉદેપુર પોલીસ મથકે થતાં પોલીસે આરોપી પિતા વિરૂદ્ધ ગુનો દાખલ કરી પી.આઈ. કે.પી. ગાંધીએ તપાસ આગળ વધારી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks