જમ્મુ-કાશ્મીરના સોપોરમાં અથડામણ દરમિયાન બે આતંકવાદી ઠાર, શૈક્ષણિક સંસ્થાઓ બંધ

શ્રીનગર, તા. ૪
જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સોમવારે સલામતી દળો સાથે થયેલી અથડામણો દરમિયાન લશ્કરે તૈયબા અથવા હિઝબુલ મુજાહિદ્દીનના શંકાસ્પદ બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. ટોચના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, માર્યા ગયેલા બે આતંકવાદીઓ કાંતો લશ્કરે તૈયબાના અથવા હિઝબુલ મુજાહિદ્દીનના હોઇ શકે છે. અધિકારીએ જણાવ્યું હતું કે, સવારથી શરૂ થયેલી અથડામણ સાંજ સુધી ચાલુ રહી હતી. હજુ પણ વિસ્તારમાં વધુ આતંકવાદીઓ છૂપાયેલા હોવાની માહિતી છે અને સલામતી દળો સાથે અથડામણ ચાલુ છે. અધિકારીએ જણાવ્યું હતું કે, આ અથડામણ ત્યારે શરૂ થઇ જ્યારે સોપોરની પાસેના ગામમાં સેનાના જવાનો શોધખોળ કરી રહ્યા હતા. સેનાને અહીં આતંકવાદીઓ હોવાની બાતમી મળી હતી. સોપોર નજીક આવેલા બ્રાત બેલ્ટના શંકર ગુંડના ચક-એ-બ્રાત ગામમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતી મળ્યા બાદ સેનાએ સર્ચ શરૂ કર્યું હતું. પોલીસે જણાવ્યંુ હતું કે, અમને જાણવા મળ્યું હતું કે, ગામમાં રહેતા પીરઝાદા બશીર અહેમદના ઘરે આતંકવાદીઓ છૂપાયા છે. એવી પણ જાણકારી હતી કે, આ આતંકવાદીઓ લશ્કરે તૈયબાના છે. પોલીસે જણાવ્યું કે, આતંકવાદીઓના મૃતદેહો મળી આવ્યા હતા અને તેમની પાસેથી કે ૪૭ સહિતના હથિયારો મળી આવ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks