જામનગર અને જસદણના ધારાસભ્યોને ગધેડા સ્વરૂપે કાર્યકરોએ ગામમાં ફેરવ્યા

સાવરકુંડલા, તા.૧૦
રાજયસભાની ચૂંટણી બાદ ઉત્સાહમાં આવી ગયેલી કોંગ્રેસે આજે પોતાના વેચાયેલા ધારાસભ્યોને ગધેડા સ્વરૂપે ગામમાં ફેરવ્યા. ભાવ બહાર પાડ્યો પણ કોઈ ખરીદનાર ના મળ્યુ. રાજ્યસભામાં અહમદ પટેલની જીત બાદ આ કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા અને થોડી વાર માટે સ્ટેટ હાઈવે પર સૂત્રોચ્ચાર કરી રસ્તો બંધ કરી દીધો. કોંગ્રેસ છોડી ગયેલા ધારાસભ્યો સામે કોંગ્રેસના સામાન્ય કાર્યકરોથી લઈ મોટા નેતાઓ આરોપ લગાવી રહ્યા છે કે, આ ધારાસભ્યોએ કરોડો રૂપિયા લઈ પક્ષ સાથે ગદ્દારી કરી છે. પક્ષ સાથે ગદ્દારી કરનાર આ ધારાસભ્યો પર કોંગી કાર્યકરોને ખૂબ રોષ છે અને એટલે જ જે બે ધારાસભ્યોના મત ખોટા પડ્યા તે જસદણ અને જામનગરના ધારાસભ્યોને ગધેડા તરીકે રજૂ કરી બંને પર અલગ અળલ પોસ્ટર ચીપકાવ્યા કે જે લોકેોએ કોંગ્રેસ સાથે ગદ્દારી કરી છે તે ગધેડા છે. નાના ગધેડાઓને મોટા ગધેડાઓએ ખરીદ્યા. કોંગ્રેસના કાર્યકરોનો આ નવતર પ્રયોગ જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને લોકોને પણ કુતુહલ થયું હતું. આ ગધેડાઓ છે તે લોકોને ખબર પડે તે માટે આ કાર્યક્રમ યોજાયો છે. અમરેલી જિલ્લામાં કોંગ્રેસી કાર્યકરો આમ પણ ભાજપ વિરોધી રેલી, ધરણા અને વિરોધ કરવામાં અગ્રેસર હોઈ છે ત્યારે આજનો આ કાર્યક્રમે કોંગી કાર્યકરોમાં જોમ ભરી દીધો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks