જામનગર, તા.૬
રાજ્યમાં એક તરફ જ્યાં અનામત આંદોલન માટે હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ છે ત્યારે એસ.સી./એસ.ટી. એક્ટમાં કેન્દ્ર સરકારે સંશોધન રજૂ કરતા તેની વિરુદ્ધ આજે સર્વણ સમુદાયે ભારત બંધ નું એલાન આપ્યું છે. જેના પડઘાં આજે જામનગરના વેપારીઓ પણ જોડાયા હતા અને આ બંધ ના એલાનમાં જામનગરના સર્વણકારોએ વિરોધ કર્યો હતો.
સર્વણસમાજ દ્વારા રાષ્ટ્ર વ્યાપી બંધ ના એલાનને જામનગરના વેપારીઓ સર્વણસમાજ ના આગેવાનો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો અને સર્વણસમાજના લોકો બેનરો સાથે એકઠા થઇ દુકાનોને બંધમાં સામેલ થવા અપીલ કરી રહ્યાં હતા. આ સાવચેતીના ભાગરૂપે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ઉતારી દેવામાં આવ્યો હતો.
એસસી-એસટીના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી કેન્દ્ર સરકાર દ્વારા કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો જેના વિરોધમાં ગુરૂવારના રોજ ભારત બંધનું એલાન અપાયું હતું. જે અંતર્ગત જામનગરમાં ખોડિયાર કોલોનીમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. આ સમયે પોલીસે પ૦ લોકોની અટકાયત કરી હતી. ભારત બંધના એલાનની જામનગરમાં પણ અસર જોવા મળી હતી.
એસસી-એસટીમાં સીધી ફરિયાદ નોંધતા પહેલા યોગ્ય તપાસ કરવા અંગેનો સુપ્રિમ કોર્ટ દ્વારા ચૂકાદો આપવામાં આવ્યો હતો.
જેને પગલે ઊઠેલા વિરોધ સામે વર્તમાન કેન્દ્ર સરકાર ઝુકી ગઈ હતી અને બિલ પાસ કરી કાયદામાં સુધારો કર્યો હતો, પરંતુ દેશના વિવિધ ૩પ જેટલા સવર્ણ જાતિના સંગઠનોએ કેન્દ્ર સરકારના નિર્ણય સામે આજે ભારત બંધનું એલાન આપ્યું હતું.
જે અંતર્ગત જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં આજે સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો અને કરણી સેના દ્વારા કેન્દ્ર સરકારના નિર્ણયને વિરોધ કરવામાં આવતા પોલીસે પ૦ દેખાવકારોની અટકાયત કરી હતી. આ કાર્યક્રમમાં રાજપૂત કરણી સેનાના હાલારના પ્રભારી દોલુભા જાડેજા, જિલ્લા પ્રમુખ કરણ દેવસિંહ જાડેજા, શિવસેનાના દિલીપ આહિર, સમસ્ત રામાનંદી સાધુ સમાજના પ્રતિનિધિ, આહિર સમાજના રામુભાઈ ગોજીયા, બ્રહ્મ શક્તિ ગ્રુપ, રાજ્ય પૂરોહિત બ્રાહ્મણ સમાજ, બ્રહ્મદેવ સમાજ, ભૂદેવ કર્મકાન્ડી સમિતિ વગેરે જોડાયા હતાં અને સરકારના નિર્ણય સામે વિરોધ દર્શાવવા લેખિત આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપ્યું હતું. બીજી તરફ સુરતમાં પણ ભારત બંધની અસર જોવા મળી હતી અને કેટલાક વિસ્તારોમાં લોકોએ બંધ પાળી સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે પાંડેસરા વિસ્તારમાં પ જેટલા લોકોની અટકાયત કરી હતી.