ઠેર ઠેર પાણીનાં પોકાર : મહિલાઓની કફોડી હાલત
(તસવીર : ઈકબાલ અધામ, જામનગર)
(સંવાદદાતા દ્વારા) જામનગર,તા.રર
જામનગર જિલ્લામા જિલ્લાના બે ડેમને બાદ કરતા ૧૦થી વધુ મુખ્ય પીવાના પાણી, સિંચાઇ માટેના ડેમો તળીયાઝાટક બની જવા પામ્યા છે. ભરઉનાળામા કાયમની જેમ નર્મેદે સર્વદે ઉક્તી આ સમયે પણ સાર્થક થઈ રહી છે. તમામ જિલ્લો અને શહેર નર્મદા પર આધારિત બન્યો છે.
જામનગર શહેર ૯૫થી ૧૦૦ એમલડી પાણીની જરૂરીયાત રહે છે. અને મુખ્યત્વે સસોઇ અને ઉંડ-૧ મા તા. ૧૭ને બુધવારે સસોઇમા ૯૫ એમલડી અને ઉંડ-૧મા માત્ર ૧ એમલડી જેટલુ અનામત પાણી બાકી રહી જવા પામ્યુ હતું. જામનગર શહેરને એકાત્રે ૪૫ મિનિટ પાણી ે વિતરણ કરવામા આવી રહ્યું છે. જુલાઇમા વરસાદ ન આવ્યો તો નિશ્ચીત પરિસ્થિતિ ગંભીર બનશે . હાલ ૬૫ એમલડી નર્મદા ૧૫ સસોઇ , આજી ૩ માથી દૈનીક ૩૫ એમલડી જેટલુ પાણી ઉપાડવામા આવી રહ્યું છે. જે જુનમા ખલાસ થઈ જતા વિકટ સમસ્યા પેદા કરશે. સસોઇમાથી દરરોજ હાલ ૧૫ એમએલડી જેટલુ પાણીનો ઉપાડ કરવામાં આવી રહ્યો છે. તે અંદાજીત ૧ જુલાઇ સુધી મળે તેટલો જથ્થો છે. હાલ આજી-૩માથી દૈનીક ૩૫ એમલડી જેટલુ પાણી ઉપાડવામા આવી રહ્યું છે.
આગામી એક મહિના સુધીતો પાણીની જરૂરીયાત પુરી પાડી શકાય તેમ છે. પરંતુ જેમ દિવસો જશે અને ડેમોનુ પાણી ખલાશ થતુ રહેશે તેમ તેમ નર્મદા ઉપર વધુ આધાર રાખવો પડશે.જામનગર શહેર અને જિલ્લાના સસોઇ અને ઉંડ-૧ ડેમ સિવાયના જળાશયો તળિયા ઝાટક થતાં ઠેર-ઠેર પાણીનો પોકાર ઉઠયો છે.શહેરમાં નર્મદાના નીરથી ગાડું ગબડાવામાં આવી રહયું છે તો ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના ટેન્કરો દોડી રહયાં છે.હજુ ચોમાસાને દોઢેક માસનો સમય બાકી હોય જળાશયો ખાલીખમ થતાં આગામી દિવસોમાં પાણીની તંગી વધુ ધેરી બનવાની શકયતા નકારી શકાતી નથી.આગામી સમયમા પાણીની કટોકટી વધવાની સંભાવના જણાઇ રહી છે. છતા પણ જે.એમ.સી ના વિરોધ પક્ષ દ્વારા કહેવામાં આવ્યું છે કે તમામ શહેરી વિસ્તારોમા નિયત પ્રમાણમા પાણી પહોચાડી શકાય તેવી ગતીવિધી આરંભી છે.