Site icon Gujarat Today

જામનગર માર્કેટીંગ યાર્ડના વેપારીઓની હડતાળ યથાવત્‌

જામનગર, તા.૨૨
જામનગર હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીના જથ્થાની આવકના પગલે યાર્ડમાં ઠેર-ઠેર મગફળી પથરાયેલી હોવાથી યાર્ડના વેપારીઓને પડતી હાલાકીનું નિરાકરણ નહીં આવતા આજે સતત બીજા દિવસે હડતાલ યથાવત રાખી છે.
જામનગર હાપા માર્કેટીંગ યાર્ડમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદ કરવાની હાથ ધરાયેલી પ્રક્રિયાના પગલે જિલ્લાના ખેડૂતો દ્વારા તેમનો મગફળીનો જથ્થો યાર્ડમાં લાવવામાં આવી રહ્યો છે. મગફળીના જથ્થાની આવક વધુ પ્રમાણમાં થવાથી યાર્ડમાં ઠેર-ઠેર મગફળીનો જથ્થો રાખવામાં આવતા યાર્ડમાં રહેલી દુકાનોના વેપારીઓને અવર-જવરમાં તેમજ વેપારમાં અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાવા પામી હતી.
આ સમસ્યા અંગે યાર્ડના વેપારીઓ દ્વારા યાર્ડના હોદ્દેદારોને આ અંગે રજૂઆત કરવામાં આવ્યા પછી પણ વેપારીઓના પ્રશ્નનું નિરાકરણ નહીં થવાના કારણે યાર્ડના વેપારીઓએ ગઈકાલે હડતાળ પાડી હતી. તેમ છતાં વેપારીઓનો પ્રશ્ન હલ નહીં થવાના કારણે વેપારીઓએ આજે સતત બીજા દિવસે હડતાળ યથાવત રાખી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
જ્યારે યાર્ડના હોદ્દેદારો દ્વારા સરકાર ટેકાના ભાવે ખરીદવામાં આવતી મગફળીના જથ્થા અંગે ત્વરીત યોગ્ય કાર્યવાહી હાથ ધરવાની જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવનાર હોવાનું પણ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું.

Exit mobile version