Ahmedabad

જાપાન અને ગુજરાત વચ્ચે ઈન્સ્ટિટયૂટ ઓફ મેન્યુફેકચરીંગના નિર્માણ માટે કરાર થશે

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૧
ગુજરાતની ધરતી પર જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો આબે અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઐતિહાસિક મુલાકાત વેળાએ ગુજરાતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસનું નવું પ્રકરણ આલેખાશે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે જાપાન સરકાર અને ગુજરાત સરકાર વચ્ચે જાપાન ઈન્ડિયા ઈન્સ્ટિટયૂટ ઓફ મેન્યુફેક્ચરીંગના નિર્માણ માટે સહકારના કરાર થશે. જાપાન સરકારના અર્થ વ્યવસ્થા, વ્યાપાર અને ઉદ્યોગ મંત્રાલય તથા ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ નજીક ખોરજ પાસે સાણંદ-૩ ફેઝમાં ૧૭પ૦ એકર જેટલા વિશાળ વિસ્તારમાં જાપાન ઈન્ડિયા ઈન્સ્ટિટયૂટ ઓફ મેન્યુફેક્ચરીંગ સંયુકત રીતે નિર્માણ પામશે. ગુજરાત સરકાર અને જાપાન સરકાર દ્વારા આ ઈન્સ્ટિટયૂટ અંતર્ગત ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, વાહન વ્યવહાર, વીજ વ્યવસ્થાપન, ટેલિ કોમ્યુનિકેશન, માનવ સંસાધન અને આવાસ નિર્માણ સંયુકત રીતે વિકસાવાશે. જાપાન સરકાર દ્વારા પ્લગ એન્ડ પ્લે ફેક્ટરી, લોજીસ્ટીકસ અને માનવ સંસાધન પર વિશેષ ધ્યાન કરાશે. આ માટે ગુજરાત સરકારે યોગ્ય જમીનની ફાળવણી કરી છે. પબ્લિક પ્રાઈવેટ પાટર્નરશીપના ધોરણે હાઈબ્રીડ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક વિકસાવાશે જાપાન ઈન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી ગુજરાત ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન પ્રોગ્રામ અંતર્ગત ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન પ્રોગ્રામ લોન પણ આપશે. વૈશ્વિક સ્તરના જાપાન ઈન્ડિયા ઈન્સ્ટિટયૂટ ઓફ મેન્યુફેક્ચરીંગ દ્વારા આગામી ૧૦ વર્ષમાં ૩૦,૦૦૦ યુવાનોને ભારત સરકારની માન્યતા પ્રાપ્ત વિશ્વ કક્ષાની ઔદ્યોગિક તાલીમથી તાલીમબદ્ધ કરવાનું આયોજન છે. પ્રાથમિક તબક્કામાં પ૦૦ જેટલા વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓને અલગ-અલગ પાંચ ટ્રેડમાં પ્રશિક્ષણ માટે પસંદ કરવામાં આવ્યા છે. જ્યાં જાપાનની શિક્ષણ પ્રણાલી પ્રમાણે જાપાનના તજજ્ઞો દ્વારા પ્રશિક્ષણ અપાશે. આ ઈન્ડો-જાપાનીઝ ઈન્ડસ્ટ્રીયલ ટાઉનશીપમાં એન્જિનીયરીંગ એરોસ્પેસ, સંરક્ષણ, ફાર્માસ્યુટીકલ્સ, ઈલેકટ્રોનિકસ અને ઓટોમોબાઈલ્સ તથા સંલગ્ન ઔદ્યોગિક ક્ષેત્રો પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરાશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadReligion

    જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

    મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.