(એજન્સી)
નગોયા, જાપાન તા.૧૪
જાપાનની સૌથી નવી અને સૌથી વિશાળ મસ્જિદના દ્વારો જાપાની શહેર નગોયા નજીક ખોલવામાં આવતા આ ઇસ્ટ એશિયન રાષ્ટ્રના ઇસ્લામ સાથેના સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. ઇસ્લામે જાપાન પર આંશિક પ્રભાવ કરતા કોઇ મુખ્ય પ્રભાવ પ્રસ્થાપિત કર્યો નથી. અલબત્ત જાપાની સંબંધોનો મુસ્લિમો સાથેનો ઇતિહાસ લોકોની કલ્પના બહાર કરતાં અગાઉના સમયથી છે.
જાપાનમાં ઓક્ટો. ૧૯૩૫માં પ્રથમ મસ્જિદ કોબે મુસ્લિમ મસ્જિદ ખૂલ્લી મૂકાઇ હતી જે આજે પણ ૮૦ વર્ષ બાદ નમાઝ અને ઇબાદતના મુખ્ય કેન્દ્ર સમાન છે. દેશમાં ત્યારબાદ કેટલીય મસ્જિદો ખૂલ્લી મૂકવામાં આવી છે. પ્રથમ અહમદી મુસ્લિમ મિશનરીએ એ જ વર્ષે ૧૯૩૫માં જાપાનમાં પગ મૂક્યો હતો પરંતુ આ લઘુમતી સમુદાયને અત્યારે એવા સંસાધનો પ્રાપ્ત થયા છે કે જેનાથી તે પોતાનું અલગ કેન્દ્ર-બાયત ઉલ-અહેમદ મસ્જિદનું નિર્માણ કરી શકે.
તેમણે વિશાળ સ્તરે આ પ્રોજેક્ટ હાથ ધર્યો છે અને નમાઝ વખતે મેઇન ચેમ્બરમાં એક સાથે ૫૦૦ લોકો બેસી શકે એવી ક્ષમતા સાથે જાપાનની સૌથી મોટી મસ્જિદનું નિર્માણ કર્યું છે. તેના ઉદ્ઘાટન સમારોહમાં જાપાની રાજકારણી અનેં શહેરના સ્થાનિક અધિકારીઓ તેમજ વિશ્વભરમાંથી અહમદિયા મુસ્લિમ સમુદાયના નેતાઓ હાજર રહ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે ખલીફા મિર્ઝા મસરુર અહેમદ હતા કે જેઓ બે કરોડ વૈશ્વિક અહમદી સમુદાયના સુપ્રીમ નેતા છે.
ખલીફા અહેમદે અલ જઝીરાને જણાવ્યું હતું કે અમારી પ્રગતિમાં આ એક સીમાચિહ્નરુપ છે. આ મસ્જિદ પ્રેમ, શાંતિ અને એખલાસના સંદેશાનો પ્રચાર પ્રસાર કરી રહી છે અને તેથી સ્વાભાવિક રીતે લોકો તેનાથી આકર્ષાશે. જાપાનમાં અહમદિયા મુસ્લિમ સમુદાયના મુસ્લિમોને આશા છે કે નવી મસ્જિદ આંતર સંસ્કૃતિ સમજ અને સંવાદને આગળ ધપાવશે.