
જાપાનના વડાપ્રધાન શિન્જો અબે પત્ની અકી અબે સાથે બુધવારે ગુજરાતની બે દિવસની મુલાકાત માટે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. ત્યારબાદ એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધી ખુલ્લી જીપ્સીમાં રોડ શો કર્યો હતો. ત્યારબાદ ગાંધી આશ્રમની મુલાકાત લઈને તેની પાસે રિવરફ્રન્ટનો નજારો માણ્યો હતો. મોડીસાંજે તેઓએ લાલ દરવાજા સ્થિત સિદી સઈદની મસ્જિદની મુલાકાત લીધી હતી. સમગ્ર દિવસ દરમ્યાન તેમની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા અને તેઓએ ગાંધી આશ્રમ અને સિદીસઈદની મસ્જિદની વિસ્તૃત માહિતી અબે દંપતીને આપી હતી.
Facebook
0
Twitter
0