National

અમેઠી હથિયાર ફેક્ટરી અંગે જૂઠ્ઠું બોલવાનો નરેન્દ્ર મોદી પર રાહુલ ગાંધીનો આરોપ, ‘‘શું તમને જરા પણ શરમ નથી આવતી ?’’

(એજન્સી) નવી દિલ્હી, તા. ૪
અમેઠીમાં રવિવારે હથિયાર ફેક્ટરીનું ઉદ્‌ઘાટન કરનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ જુઠ્ઠું બોલવાનો આરોપ લગાવ્યો છે. મોદી સામે આકરા પ્રહારો કરતા કોંગ્રેસના અધ્યક્ષે કહ્યું કે, શું તમારામાં હજુ કોઇ શરમ બાકી છે. રાહુલ ગાંધીએ ટિ્‌વટ કર્યું હતું કે, ‘‘પ્રિય વડાપ્રધાન, ૨૦૧૦માં મેં પોતે અમેઠીમાં હથિયાર ફેક્ટરીનો પાયો નાખ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી ફેક્ટરી નાના હથિયારો બનાવે છે. ગઇકાલે તમે અમેઠી ગયા અને તમે તમારી ટેવ પ્રમાણે ફરીવાર જુઠ્ઠું બોલ્યા છો. શું તમને સહેજ પણ શરમ નથી આવતી ?’’
વર્ષ ૨૦૦૪થી જ્યારે રાહુલ ગાંધીએ રાજનીતિમાં પગ મુક્યો ત્યારથી અમેઠીના સાંસદ છે. આ વર્ષે એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી અમેઠીમાંથી જ ચૂંટણી લડે તેવી પુરી સંભાવના છે. અમેઠીમાં સભા સંબોધતા મોદીએ હથિયાર ફેક્ટરીનો સંપૂર્ણ ઉપયોગ ન કરવા બદલ કોંગ્રેસની પૂર્વ સરકારો પર પ્રહાર કર્યા હતા. પોતાના ભાષણનો વીડિયો પોસ્ટ કરતા મોદીએ લખ્યું કે, આપણા સુરક્ષા દળો પર એનડીએ સરકારને ગર્વ છે અને તે સેનાને મજબૂત બનાવવામાં શક્ય તેટલું બધું જ કરશે. જેઓએ વર્ષો સુધી દેશ પર રાજ કર્યું તેઓ સત્તામાં હતા ત્યારે અને હજુ પણ દળોની અવગણના કરે છે. હવે જ્યારે તેઓ સત્તામાં નથી ત્યારે આ લોકો આપણી સેના પર સવાલ ઉઠાવવામાં વ્યસ્ત છે, શરમ ! વર્ષ ૨૦૧૪માં રાહુલ ગાંધી સામે અમેઠીમાં ચૂંટણી લડનારા અને પરાજય સહન કરનારા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ ટિ્‌વટમાં જણાવ્યું હતું કે, અમેઠીમાં વિકાસને કારણે તમે પરેશાન છો તેથી કોરવામાં શરૂ થયેલા સંયુક્ત સાહસને તમે પચાવી શકતા નથી. આ સંયુક્ત સાહસ એકે ૨૦૩ રાઇફલ્સ બનાવવા માટે ભારત અને રશિયા વચ્ચેનું સંયુક્ત સાહસ છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

    દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ…
    Read more
    NationalPolitics

    ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

    રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
    Read more
    National

    બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

    (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.