Site icon Gujarat Today

‘મોટાપાયે જાસૂસીનું કૃત્ય’ : પ્રદર્શનકારીઓ વિરૂદ્ધ ચહેરાની ઓળખની ટેકનોલોજીનો ઉપયોગ થતાં ગોપનિયતાના સમર્થકોમાં આક્રોશ

(એજન્સી) નવી દિલ્હી,તા.૨
ભારતીય સલામતી દળો ડિસેમ્બરમાં યોજાયેલી અસંમતોની ચહેરાની ઓળખ કરતી ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેને દબાવવાનો પ્રયાસ કરાતા ગોપિનયતાના સમર્થકો દ્વારા સરકારનો વિરોધ કરાયો છે. ડિજિટલ એડવોકેસી ગ્રૂપ ઇન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશનના કારોબારી સંચાલક અપાર ગુપ્તાએ કહ્યું હતું કે, જાહેરમાં ભેગા થતા લોકોની જાસૂસી અને ઓળખ કરવા માટેની સિસ્ટમ ગેરકાયદે અને ગેરબંધારણીય છે સાથે જ તેમણે કહ્યું હતું કે, આ મોટાપાયે જાસૂસીનું કૃત્ય છે.
સંસ્થાએ કહ્યું કે, અમે દિલ્હી પોલીસને એક પત્ર લખીને કહ્યું છે કે, તે આ સિસ્ટમ પર સંપૂર્ણ રોક લગાવે તથા ચહેરાની ઓળખવાળી સિસ્ટમ અંગે ફરી વિચારણા કરે. ચહેરની ઓળખ પર પોલીસના ઉપયોગ પર સંપૂર્ણ રોક અને તેને પરત ખેંચવા માટે ઇન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશને આહવાન કર્યું છે. આ ટેકનોલોજીનો ઉપયોગ ૨૨મી ડિસેમ્બરે દિલ્હીમાં યોજાયેલી રેલીમાં લોકોની ઓળખ કરવા માટે થયો હતો. પોલીસે તેને ઓળખની પ્રક્રિયા ગણાવી હતી. રેલીમાં આવનારા દરેક લોકોને ગેટ પર જ મેટલ ડિટેક્ટરથી કેમેરામાં કેદ કરાયા હતા અને આયોજનસ્થળે જ ગોઠવાયેલા કંટ્રોલ રૂમમાં પાંચ સેકન્ડમાં જ વ્યક્તિનો ચહેરો મેચ કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે ૨૦૧૮માં ખોવાયેલા બાળકોને શોધવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. વિરોધ કરતા લોકોએકહ્યું કે, આ ટેકનોલોજી પહેલા ગુમ થયેલા બાળકોને શોધવા ઉપયોગ કરાઇ હતી પણ હવે તો વ્યક્તિગત ઓળખ માટે ઉપયોગમાં લેવાય છે. આવા લોકો જો અસંમતિના દેખાવોમાં સામેલ થાય તો પણ તેઓને દોષિત ઠરાવી શકાય છે. ટેકનોલોજીના ઉપયોગ માટે કોઇ કાયદેસર માળખું રચ્યું ન હોવા છતા ફેસિયલ રિકોગ્નિશન સિસ્ટમ માટે સરકાર દ્વારા ટેન્ડર બહાર પડાયા છે અને તેને પાંચ વખત તેનું વિસ્તરણ કરાયું છે.

Exit mobile version