એજન્સી, નવી દિલ્હી, તા.૧૮
ધ વાયરને ગઈકાલે અર્થાત ૧૬ ઓક્ટોબરના રોજ બપોરે બંધ પરબિડીયામાં દસ્તાવેજોનો એક સેટ મળ્યો હતો. આ પરબિડીયુ મિલન એસ. ભટ્ટ, એડવોકેટ, અમદાવાદમાંથી આવ્યું હતું. આ દસ્તાવેજો સાથે કોઈ સામેલ પત્ર ન હતો. અને દસ્તાવેજોનો સેટ ફોટોકોપી કરેલો જણાતો હતો. જેમાં અમુક ઉલ્લેખો કરવામાં આવ્યા હતા.
૧. અમદાવાદ, મિરજાપુર અમદાવાદના ચોથા એડિશનલ સિવિલ જ્જની કોર્ટમાં જય અમિત શાહ દ્વારા દાખલ કરવામાં આવેલ વિશેષ સિવિલ કેસ સં. ૪૪૨/૨૦૧૭
૨. પડતર સુનાવણી અને તેના પર અંતિમ નિર્ણય પર રોક મુકવાનો વચગાળાનો મનાઈ હુકમ આપવા માટે આવેદન.
૩. એક લિખિત અંશ. જે કથિત રૂપે અમદાવાદ ગ્રામીણ ( મિર્ઝાપુર ), અમદાવાદના એડિશનલ સિવિલ જ્જ બી.કે. દાસોન્દી દ્વારા ૧૨ ઓક્ટોબર, ૨૦૧૭માં આપવામાં આવેલ હતો. ( ઓર્ડર બિલો એક્ઝિબીટ ૫ એસપીસીએસ નં ૪૪૨/૨૦૧૭ )
આદેશ નીચે અનુસાર :
પડતર સુનાવણી અને અંતિમ ચુકાદા પર વચગાળાના મનાઈ હુકમ મુજબ પ્રતિવાદીઓએ કોઈ પણ ઇલેક્ટ્રોનિક , પ્રિન્ટ કે અન્ય કોઈ માધ્યમોનો ઉપયોગ કરવો નહીં. તેમજ ઈન્ટરવ્યુ, ચર્ચાવિચારણા, સમાચારો રૂપે તથા ધ વાયરમાં પ્રદર્શિત આર્ટીકલ આધારિત કાર્યક્રમનેકોઈ પણ ભાષામાં પ્રસારિત કરી શકશે નહીં. આ આદેશ પર ધૂંધળા અક્ષરમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. તેમજ તેને વાંચી પણ શકાતો નથી. કારણકે તેના અમુક અક્ષરો દેવનાગરી લીપી જેવા જણાઈ રહ્યા છે. આ આપાતકાલિન એકતરફી વચગાળાનો આદેશ આપવા તેમજ તેની સુનાવણી પહેલાં ધ વાયરને કોઈ નોટિસ પાઠવવામાં આવી નથી. તેમજ તેને પક્ષમાં બોલવાનો મોકો પણ અપાયો નથી. આ સ્પેશિયલ સિવિલ સૂટને વાંચનાર કોઈ પણ વ્યક્તિ સમજી શકે છે કે, ધ વાયર દ્વારા પ્રદર્શિત તથ્યોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા નથી. તેમજ તેના પર ન તો કોઈ ભૂલનો આરોપ મૂકવામાં આવ્યો નથી. ધ વાયર વિરૂદ્ધ જૂઠાણાનો આરોપ પણ મુકવામાં આવ્યો નથી. વાસ્તવમાં અરજદાર આ વાતનો સ્વીકાર કરે છે કે, જયશાહના વકીલનો ધ વાયર સાથે કોઈ સંવાદ કર્યા વિના બઢાવી ચઢાવીને કેસને દાખલ કરવાના દિવસ અર્થાત ૧૨ ઓક્ટોબર, ૨૦૧૭ના વેબસાઈટ પર ઉપલબ્ધ હતા. સંયોગથી ૧૨ ઓક્ટોબરે જ આ આદેશ લખવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી અને અંતિમ ચુકાદાની કોઈ તારીખ ધ વાયરને જણાવવામાં આવી નથી.