જયંત સિન્હાએ હત્યાના ‘નિર્દોષ’ દોષિતોને કાયદાકીય મદદ કરી પરંતુ તેમને હારતોરાં કરવા બદલ ખેદ પણ વ્યક્ત કર્યો !!!

(એજન્સી) તા.૨૩
ર૦૧૭માં ઝારખંડના રામગઢમાં થયેલી અલીમુદ્દીન અન્સારીની હત્યાના કેસમાં નીચલી કોર્ટે દોષિત ઠેરવેલા લોકોનું માળા પહેરાવી સન્માન કરવાના તેમના પગલાનો બચાવ કરતા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી જયંત સિન્હાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારો હેતુ ફક્ત એટલો જ હતો કે દરેક વ્યક્તિને ન્યાય મળે તે મારા માટે ફક્ત અને ફક્ત ન્યાયની બાબત હતી. ઘણા વખતથી સ્થાનિક લોકોનું દબાણ હોવા છતાં મેં આ કેસમાં દખલગીરી કરી ન હતી. ર૯ જૂનના દિવસે હાઈકોર્ટનો આદેશ આવ્યો અને ૪ જુલાઈના રોજ તેઓ મારા ઘરે આવ્યાં. જ્યારે આ કેસ કોર્ટમાં હતો ત્યારે મેં તેમાં દખલગીરી કરી ન હતી. મે કહ્યું હતું કે ન્યાય પ્રક્રિયાને જે કરવું છે તે કરવા દો. જ્યારે ચૂકાદો સંભળાવવામાં આવ્યો ત્યારે કેટલાક લોકો માટે તે હત્યાની બાબત ન હતી પરંતુ ન્યાયની બાબત હતી જે લોકો હત્યામાં સામેલ હતાં તેમને પૂરેપૂરી સજા થવી જોઈએ પરંતુ નિર્દોષ લોકોને ન્યાય મળવો જોઈએ અને એક સાંસદ તરીકે મારી ફરજ છે કે બધાને ન્યાય મળે. તે લોકોના પણ બંધારણીય હકો છે. પણ બંધારણીય હકો છે, સિન્હાએ કહ્યું હતું કે હું દોષિતોના સન્માન બદલ ખેદ વ્યક્ત કરૂ છુંં કારણ કે મારા આ પગલાએ લોકોને કહેવાની તક આપી કે હું હું ગૌ-રક્ષકોની હિંસાનું સમર્થન કરું છું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks