તે હત્યાની બાબત નથી પરંતુ ન્યાયની બાબત છે : જયંત સિંહા

(એજન્સી) તા.ર૩
ર૦૧૭માં ઝારખંડના રામગઢમાં થયેલી અલીમુદ્દીન અન્સારીની હત્યા કેસમાં નીચલી કોર્ટે દોષિત ઠેરવેલા લોકોનું માળા પહેરાવી સન્માન કરવાના તેમના પગલાંનો બચાવ કરતાં કેન્દ્રીય ઉડ્ડયન રાજ્યમંત્રી જયંત સિંહાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારો હેતુ ફકત એટલો જ હતો કે દરેક વ્યક્તિને ન્યાય મળે તે મારા માટે ફકત અને ફકત ન્યાયની બાબત હતી. ઘણા વખતથી સ્થાનિક લોકોનું દબાણ હોવા છતાં મેં આ કેસમાં દખલગીરી કરી ન હતી. ર૯ જૂનના દિવસે હાઈકોર્ટે આદેશ આપ્યો અને ૪ જુલાઈના રોજ તેઓ મારા ઘરે આવ્યા જ્યારે આ કેસ કોર્ટમાં હતો ત્યારે મેં તેમાં દખલગીરી કરી ન હતી. મેં કહ્યું હતું કે ન્યાય પ્રક્રિયાને જે કરવું છે તે કરવા દો. જ્યારે ચુકાદો સંભળાવવામાં આવ્યો ત્યારે કેટલાક લોકો માટે તે હત્યાની બાબત ન હતી પરંતુ ન્યાયની બાબત હતી જે લોકો હત્યામાં સામેલ હતા. તેમને પૂરેપૂરી સજા થવી જોઈએ પરંતુ નિર્દોષ લોકોને ન્યાય મળવો જોઈએ અને એક સાંસદ તરીકે મારી ફરજ છે કે બધાને ન્યાય મળે. તે લોકોના પણ બંધારણીય હકો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks