જયલલિતાની સનાતન મહામંત્રી શશિકલાને દૂર કરાયાં : AIADMK

(એજન્સી) ચેન્નાઈ, તા.૧ર
તામિલનાડુમાં એઆઈએડીએમકેની મહાસભાએ જેલમાં બંધ પક્ષના અંતરિમ મહાસચિવ શશીકલાને પદ પરથી હટાવી દીધા છે. આ ઉપરાંત પક્ષમાં નિમણૂક અને બરખાસ્તના તેમના તમામ નિર્ણયો પણ રદ કર્યા છે. બેઠકમાં મહાસચિવ પદ ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. તેના બદલે તમામ વહીવટી અધિકારો માટે સંયોજક અને સંયુક્ત સંયોજકની નિમણૂકનો મહાસભામાં નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે મળેલ પક્ષની બેઠકમાં મહાસચિવ પદનો હોદ્દો નાબૂદ કરવાના નિર્ણયની ધારણા હતી. બેઠકમાં મુખ્યમંત્રી પલાનીસ્વામી અને નાયબ મુખ્યમંત્રી પનીરસેલ્વમ સામેલ હતા તેમજ વરિષ્ઠ નેતાઓ પણ હાજર હતા. હવે મહાસભાના નિર્ણય મુજબ પક્ષના પ્રશ્નો અંગે નિર્ણય સંચાલન સમિતિ કરશે. મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીના જૂથોના વિલય બાદ પક્ષની આ પહેલી બેઠક છે.
૧૦ તથ્યો
૧. આજની બેઠક પર પ્રતિબંધ મૂકવા માટે શશીકલાના વફાદારોએ મદ્રાસ હાઈકોર્ટમાં કરેલ અરજી રદ થતાં બેઠક મળી હતી. ર૩ ઓકટોબરે કોર્ટ નક્કી કરશે કે પક્ષના મહાસચિવના આદેશ વગર પક્ષની મહાસભાની બેઠક બોલાવવાનો અધિકાર છે કે નહીં.
ર. એઆઈએડીએમકેની આજની બેઠકમાં ૯પ ટકા હાજરી સાથે ર હજાર પક્ષના સભ્યો હાજર હતા. શશીકલાના ૧૮ વફાદાર ધારાસભ્યો ગેરહાજર હતા પરંતુ ૯ સભ્યો પલાનીસ્વામીને ટેકાની ખાત્રી આપી છે.
૩. દીનાકરને આજની બેઠકના નિર્ણયની ઝાટકણી કાઢી કહ્યું કે, સરકાર તૂટવાના ભયથી ધારાસભ્યોને નિયંત્રણમાં રાખવાની કોશિશ છે.
૪. પલાનીસ્વામી સરકારને ટેકા માટે ૧૧૭ ધારાસભ્યોની જરૂર છે પરંતુ તેમની પાસે ૧ર૪ હોવાનો દાવો છે.
પ. વિપક્ષી નેતા અને ડીએમકેના પ્રમુખ એમ.કે.સ્ટાલિને રાજ્યપાલને મળી ૧૧૯ ધારાસભ્યોના ટેકાનો રાજ્યપાલ સમક્ષ દાવો કર્યો છે.
૬. વિધાનસભા સત્ર શરૂ થાય ત્યારે જ અવિશ્વાસની દરખાસ્ત આપી શકે છે.
૭. એઆઈએડીએમકેના બે જૂથો પનીરસેલ્વમ અને પલાનીસ્વામીએ પુનઃ ભેગા થઈ એકતા બતાવી હતી. શશીકલાએ પનીરસેલ્વમને સીએમ પદેથી હટી જવા દબાણ કર્યો હતો.
૮. શશીકલા અને જયલલિતા લાંબા સમયથી એકબીજાના સહયોગી હતા. જયલલિતાના અવસાન બાદ શશીકલા પક્ષના મહામંત્રી બન્યા. તરત જ મુખ્યમંત્રી પનીરસેલ્વમને હટાવી દેવાયા પરંતુ સુપ્રીમના ચુકાદાથી શશીકલાને જેલ થઈ. ત્યારબાદ પલાનીસ્વામી મુખ્યમંત્રી બન્યા અને ભત્રીજા દીનાકરણને પક્ષના નાયબ વડા બનાવ્યા.
૯. પનીરસેલ્વમ કે જેઓ ફેબ્રુઆરી સુધી પલાનીસ્વામી ટીમના (૪પ)માં બોસ હતા તેઓ સીએમ થયા અને પનીરસેલ્વમ હવે તેના હાથ નીચે ડેપ્યુટી સીએમ થયા. બન્નેના માથે પક્ષ ચલાવવાની જવાબદારી છે.
૧૦. બન્ને જૂથોએ પક્ષના પ્રતિક બે પાંદડા માટે દાવો કર્યો હતો જેને ચૂંટણી પંચે સ્થગિત કર્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks