જેડીયુ પણ ગુજરાતમાં ૭પ બેઠક ઉપર ચૂંટણી લડશે

અમદાવાદ,તા.૧૪
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જેડીયુ મેદાનમાં આવશે. જેડીયુના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરીએ જાહેરાત કરી હતી કે ગુજરાતની ચૂંટણીમાં તેઓ ૭૦થી ૭પ બેઠકો ઉપર ચૂંટણી લડશે અને જેડીયુના પ્રચાર માટે નીતિશકુમાર ગુજરાતમાં આવે તેવી શકયતા પણ છે. આ અંગે જેડીયુના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી અને ગુજરાતના પ્રભારી અખિલેશ કાટિયારે મીડિયાને જણાવ્યું હતું કે અમે અમારી પરંપરાગત બેઠકો ઉપર ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. નીતિશકુમારના આદેશને લીધે અમે ગુજરાતની ૭૦થી ૭પ બેઠક ઉપર ઉમેદવારો ઉભા રાખીને ચૂંટણી લડીશું. જેમાં નર્મદા, તાપી, છોટાઉદેપુર, ભરૂચ સહિતની બેઠકો ઉપર અમે લડીશું. છોટુ વસાવાને ટિકિટ મુદ્દે પ્રશ્ન પૂછાતા તેમણે જણાવ્યું હતું કે છોટુ વસાવા સાથે અમારે સંબંધ હતી. અમે તેમને ટિકિટ આપવાના નથી જો કે હાલ તો જેડીયુના ગુજરાતના પ્રદેશ પ્રમુખ નથી કયારે તા.૧૮મીએ અમે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરીશું. ગુજરાતમાં ભાજપ કે અન્ય પક્ષ સાથે જેડીયુ ગઠબંધન કરશે કે કેમ ? તેવા પ્રશ્નના જવાબમાં અખિલેશે જણાવ્યું હતું કે અમે કોઈપણ પક્ષ સાથે ગઠબંધન કરવાના નથી અમે સ્વતંત્ર રહીને ચૂંટણી લડીશું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks