અમદાવાદ,તા.૧
અમદાવાદ-જમાલપુર, ખાડિયા વિધાનસભામાં કોંગ્રેસે ટિકિટ કાપતા અપક્ષ ઉમેદવારી નોંધાવનારા સાબિર કાબલીવાલાએ ઉમેદવારીપત્ર પાછું ખેંચી લીધું હતું. આ અંગે સાબિર કાબલીવાલાએ જણાવ્યું હતું કે મે મારા અંતરાત્માના અવાજથી અને સમાજ હિત માટે મેં મારૂ ઉમેદવારીપત્ર પાછું ખેચ્યું છે મને સમજાવવા માટે કોંગ્રેસના કોઈ નેતાઓ કે સામાજિક કે ધાર્મિક આગેવાનો કોઈ મને સમજાવવા માટે આવ્યા નથી તેમજ બોલવાલા ચોક પાંચ પીપળી ખાતે આગળના દિવસે રાખેલ મારી અપક્ષ ઉમેદવાર તરીકેની જાહેરસભા બાદ અને પ્રજાના પ્રચંડ સમર્થન બાદ કોઈ કોંગ્રેસી નેતા કે સામાજિક કે ધાર્મિક આગેવાનો શાંત થઈને બેસી ગયા હતા કોઈપણ મને સમજાવવા આવ્યું નથી. હું કોંગ્રેસ કે ભાજપ કે અન્ય કોઈ પાર્ટીને ટેકો આપતો નથી એમ સાબીર કાબલીવાલાએ જણાવ્યું હતું.
Facebook
0
Twitter
0