JEE મેઈન્સ સત્ર ર એડમિટ કાર્ડ ર૦ર૪ jeemain.nta.ac.in પર જારી

એજન્સી) તા.૧
જેઈઈ મેન્સ ર૦ર૪નું એડમિટ કાર્ડ જારી નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ૪,પ અને ૬ એપ્રિલે યોજાનારી પરીક્ષાઓ માટે જેઈઈ મેન્સ સત્ર રનું એડમીટ કાર્ડ જારી કરી દીધું છે. જે ઉમેદવાર આ પરીક્ષાઓમાં સામેલ થવાના છે તે સત્તાવાર વેબસાઈટ jeemain.nta.ac.in પરથી ડાઉનલોડ કરી શકે છે. સંયુકત પ્રવેશ પરીક્ષા ર૦ર૪ સત્ર ર પરીક્ષા ૪,પ,૬,૮ અને ૯ એપ્રિલે આયોજીત થવાની છે. એનટીએ બે પાલીઓમાં જેઈઈ મેન્સ પરીક્ષા આયોજીત કરશે. સવારે અને બપોરે ઉમેદવારોએ પ્રવેશ પત્ર પર ઉલ્લેખિત તારીખ અને સમય મુજબ પરીક્ષા કેન્દ્ર પર રિપોર્ટ કરવો પડશે.
જેઈઈ : મેન્સ સત્ર બે એડમીટ કાર્ડ ર૦ર૪ : આ રીતે ડાઉનલોડ કરો
(૧) સત્તાવાર વેબસાઈટ jeemain.nta.ac.in પર જાવ. (ર) સામે આવેલા હોમપેજ પર જેઈઈ મેન્સ એડમીટ કાર્ડ ડાઉનલોડ લીંક પર કિલક કરો, (૩) એક નવું લોગીન પેજ ખુલશે. (૪) પોતાનો અરજી નંબર અને તારીખ નાખો. (પ) એડમિટ કાર્ડ એકસેસ કરો અને તેને ડાઉનલોડ કરો. (૬) ભવિષ્યમાં સંદર્ભ માટે પ્રિન્ટ આઉટ મેળવો.
એડમીટ કાર્ડ ડાઉનલોડ કરવા પર ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તે વિષય વિશિષ્ટ નિર્દેશો અને અન્યને ધ્યાનથી વાંચે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts