જેમણે વિકાસ જોયો નથી તેવા લોકો “સૌની યોજના”નો વિરોધ કરતા હતા

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૪
રાષ્ટ્રપતિના હસ્તે રાજકોટ પાસે યોજાયેલા સૌની યોજનાના ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના સંબોધનમાં કોંગ્રેસને બરોબરની આડેહાથ લઈ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, જેમણે વિકાસ જોયો નથી વિકાસની દિશાની પહેચાન નથી તેવા લોકો સૌની યોજનાનો વિરોધ કરીને શંકા-કુશંકા કરતા હતા.
રાહુલના ગુજરાત પ્રવાસ અંગે આકરી પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું હતું કે, ગુજરાતને બદનામ કરવા રાહુલ ગાંધી નીકળ્યા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ‘‘સૌની’’ યોજના દ્વારા નર્મદાનું પાણી સૌરાષ્ટ્રના ખેડૂતો, પશુઓ, પ્રજાજનોને મળતું થતાં હવે હરિયાળી ક્રાંતિનું સપનું સાકાર થશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ૧૯૬૧માં પાયો નંખાયા પછી આ યોજના છેક ર૦૧૭માં પૂર્ણ થઈ છે. જેમણે વિકાસ જોયો નથી. વિકાસની દિશાની પહેચાન નથી તેવા લોકો ‘સૌની’ યોજનાનો વિરોધ કરીને શંકા-કુશંકા કરતાં હતા. આવા વિકાસ વિરોધીઓને જડબાતોડ જવાબ આપતા સૌરાષ્ટ્રના ૮૦ જેટલા તળાવો અને ૧૧પ જળાશયો નર્મદા નીરથી નીરથી ભરીને અમે સૌરાષ્ટ્રના ખેડૂતને સાચા અર્થમાં જગતનો તાત બનાવ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘સોની’ યોજનાથી સૌરાષ્ટ્રની કાયાપલટ થઈ છે અને જળ સમસ્યાને દેશવટો આપવામાં સૌના પ્રયત્નોને સફળતા મળી છે. તેમણે પાણીનો સંયમિત અને વિવેકપૂર્ણ ઉપયોગ કરીને આવનારી પેઢી માટે જળ સંરક્ષણ જતન માટે સૌને પ્રેરણાદાયી અનુરોધ કર્યો હતો.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કહ્યું હતું કે, ‘સૌની’ યોજનાનું સઘન અમલીકરણ થઈ રહ્યું છે. ‘સૌની’ યોજનાથી પીવાના પાણીની અને સિંચાઈની સમસ્યાનું નિરાકરણ થશે. આ પ્રસંગે અન્ય મંત્રીઓ તથા મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks