જેન્તી ભાનુશાળી બળાત્કાર પ્રકરણમાં અમદાવાદમાં જુદી જુદી જગ્યાએ પંચનામું

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૩
શહેરના સરથાણા યોગીચોક માતૃછાયા સોસાયટીમાં રહેતી એક ૨૧ વર્ષની યુવતી સાથે બળાત્કાર ગુજારવાના એક કિસ્સામાં સરથાણા પોલીસ મથકમાં ભાજપ પ્રદેશના પૂર્વ ઉપાધ્યક્ષ જેન્તી ભાનુશાળી સામે બળાત્કારનો ગુનો દાખલ કરાયા બાદ ડીસીપી મીના પાટીલ પીડિતાને સાથે અમદાવાદ પહોંચ્યા હતા. જ્યાં ગુનાવાળી જુદા-જુદા જગ્યાઓનું પંચનામું કરવામાં આવ્યું હોવાની વિગત પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આજથી એકાદ વર્ષ પહેલા સરથાણા યોગીચોક વિસ્તારમાં રહેતી એક યુવતીને ફેશન ડિઝાઈનીંગ કોર્ષમાં એડમીશન લેવાની લાલચ આપી પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ જેન્તીભાઈ ભાનુશાળીએ અમદાવાદ ખાતે બોલાવી હતી. પોતાના સર્ટિફિકેટ અને અન્ય ડોક્યુમેન્ટસને સાથે રાખી યુવતી અમદાવાદ પહોંચ્યા બાદ તેને ગાંધીનગર જવાનું કહીને મહેન્દ્રની જીપમાં બેસાડી દીધી હતી અને ગાંધીનગર જતા રસ્તામાં આવતા હાઈવેની બાજુમાં જીપ ઉતારી દઈ બંદુક અને ચપ્પુની અણીએ બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ અમદાવાદ એરપોર્ટ નજીક આવેલી ઉમેદ હોટલમાં પણ લઈ જઈ યુવતી સાથે દુષ્કર્મ ગુજારી વીડિયો ઉતારી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી વારંવાર બળાત્કાર ગુજારવામાં આવતો હતો. સરથાણા પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ જેન્તીભાઈ ભાનુશાળી વિરૂદ્ધ નોંધાયા બાદ પીડિતાને સાથે રાખી અમદાવાદની ઉમેદ હોટલ તથા ગાંધીનગર તરફ જતા આવતા હાઈવે પાસે પંચનામુ કરવા પહોંચ્યા હોવાનું જાણવા મળે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ નરોડા કબ્રસ્તાનની સામે ઘોડીજી પાર્ક સોસાયટી એ/૧૦ ખાતે રહેતા જયંતીભાઈ પરસોત્તમભાઈ ભાનુશાળી દ્વારા સરથાણા વિસ્તારમાં રહેતી યુવતી સાથે બળાત્કાર ગુજારવાના એક કિસ્સામાં પોલીસે સીઆરપીસી ૧૬૦નો સમન્સ ફટકારી નોટિસ મળ્યેથી ગુનાના કામે પૂછપરછ, નિવેદન લેવાનું તથા આ કામમાં મેડિકલ તપાસ કરવાની હોય તાત્કાલિક સરથાણા પોલીસ મથકમાં હાજર થવાનું જણાવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks