જેટ એરવેઝ ગભરાટ : હાઇજેકની ધમકીમાં પોતે મુસ્લિમ હોવાની છાપ ઊભી કરવા બિરજુ કિશોરે ગુગલ ટ્રાન્સલેટનો ઉપયોગ કર્યો

અમદાવાદ, તા. ૩૧
અમદાવાદ પોલીસે સોમવારે જેટ એરવેઝમો ભય ઉભો કરવા પાછળના આરોપી બિરજુ કિશોર સલ્લાની અટકાયત કરી હતી. બિરજુ મુંબઇ ખાતેનો ગુજરાતી જ્વેલર છે. મુંબઇ-દિલ્હી જેટ એરવેઝમાં એક અંગ્રેજી અને ગુગલ ટ્રાન્સલેટ દ્વારા ઉર્દૂ ભાષામાં ભાષાંતર કરીને તેમાં અપહરણકારો છે અને ફ્લાઇટમાં બોમ્બ મુકાયો હોવા અંગેનો ધમકીભર્યો પત્ર મળી આવ્યો હતો. આ પત્ર વિમાનના વોશરૂમમાં મળી આવ્યો હતો.
બિરજૂએ લખેલા પત્રમાં સ્પષ્ટ રીતે એવી છાપ ઊભી કરવામાં આવી છે કે, જાણે આ પત્ર કોઇ મુસ્લિમ વ્યક્તિએ લખ્યો હોય. ૧૧૫ પેસેન્જરો સાથેની ફ્લાઇટ ૯ડબલ્યુ ૩૩૯ મુંબઇથી ૨.૫૫ કલાકે રવાના થઇ હતી અને તેમાં સાત ક્રૂ સભ્યો પણ હતા આ ફ્લાઇટ કોઇપણ ટેકનિકલ ખામી ન હોવા છતાં અમદાવાદમાં સવારે ૩.૪૫ કલાકે ઉતરાણ કરવાની ફરજ પડી હતી. આ વખતે એરપોર્ટ પર બોઇંગ ૭૩૭-૯૦૦ વિમાન મુખ્ય સ્થળે પાર્ક હતું જ્યારે આ ફ્લાઇટનું ૧૨૨ પ્રવાસીઓ સાથે સફળ ઉતરાણ કરાયું હતું. આ પત્રને અંગ્રેજી અને બાદમાં ઉર્દૂમાં ગુગલ ટ્રાન્સલેટની મદદથી મુકાયું હતું જેથી એવી શંકા જાય કે, પત્ર કોઇ મુસ્લિમ વ્યક્તિએ લખ્યો હોય. પત્રના અંતમાં એવો પણ ઉલ્લેખ કરાયો હતો કે, ‘અલ્લાહ ઇઝ ગ્રેટ’. ગુગલ ટ્રાન્સલેટ દ્વારા અંગ્રેજીમાંથી ઉર્દૂમાં ભાષાંતર કરવાના ભયાનક પ્રયાસથી એ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે, અપહરણકાર મુસ્લિમ સંગઠન સાથે સંકળાયેલા હોય અને શંકાની સોય કોઇ આતંકવાદી સંગઠન તરફ જાય. એક સમાચાર એજન્સી દ્વારા ગુગલમાં આ અંગ્રેજી ભાષાનું ઉર્દૂમાં ભાષાંતર કરાતા પત્રમાંના શબ્દો અક્ષરસઃ આવ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks