જેવર ગેંગરેપ અને હત્યા મુદ્દે ૪ આરોપીઓની ધરપકડ

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૩
ગૌતમબુદ્ધનગર પોલીસે જેવર પાસે શંકાસ્પદ ચાર શખ્સોની ધરપકડ કરી, પોલીસે જેવર ગેંગરેપ અને હત્યા મામલે નિરાકરણ લાવવાનો દાવો કર્યો છે. આરોપીઓને પકડવા માટે પોલીસ અને આરોપીઓ વચ્ચે અથડામણ થતાં રપ રાઉન્ડ ફાયર થયા. રાજસ્થાનના રાજુ, રાકેશ, જયસિંહ અને દીપક નામના આરોપીઓને પકડી પોલીસ હરિયાણા લઈ ગઈ હતી. હરિયાણામાં લૂંટાયેલ સામાનને રિકવર કરવા ગઈ હતી જ્યાં બે આરોપી ફરાર થઈ ગયા હતા. ર૪ મેના રોજ નોઈડામાં જેવરમાં હાઈ-વે પર કેટલાક શંકાસ્પદોએ હથિયારબંધ આવી બે પરિવારો પર હુમલો કર્યો હતો. પરિવારની મહિલાઓ સાથે કથિત રૂપે ગેંગરેપ કરી લૂંટફાંટ કરી, પરિવારના મુખ્ય શકીલની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ મુદ્દે નોઈડા પોલીસે મહિલાઓના મેડિકલ રિપોર્ટના આધારે દાવો કર્યો હતો કે તેમની સાથે રેપ થયું ન હતું જ્યારે મહિલાઓએ પણ ઘણીવાર પોતાનું નિવેદન બદલ્યું હતું. આ મુદ્દે પીડિત પક્ષ યુપીના મુખ્યમંત્રીથી પણ મળ્યું હતું. પીડિત મહિલાઓએ આત્મહત્યા કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો કારણ કે પોલીસ આ મુદ્દે કોઈ કાર્યવાહી કરી રહી ન હતી. ર૪મેની રાત્રે આ પરિવારે જેવરથી બુલંદશહેર જઈ રહ્યું હતું ત્યારે જેવર નજીક આ ઘટના બની હતી, આ મામલે યુપીમાં મહિલાઓની સુરક્ષા અને વધતા અવરોધો મુદ્દે ગંભીર પ્રશ્નો ઊભા થયા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks