મુલાકાતીઓની આસ્થાની જેમ જ ઝળહળી રહ્યું છે મકામ-એ-ઈબ્રાહિમ

(એજન્સી)                   જીદ્દાહ,તા.ર૬

પવિત્ર કાબાના ઉપરના ભાગની દીવાલના બાંધકામ વખતે પયગમ્બર ઈબ્રાહિમ (અ.સ.) જેના પર ઊભા હતા તે ઈબ્રાહિમના મુકામ કે ઈબ્રાહિમની મંફિનના નામે જાણીતા પથ્થર પ્રત્યે સંબંધી સત્તાધીશો, ખાસ ધ્યાન આપી રહ્યા છે તથા આરસના પ્રતીક તરીકે તેની સ્વચ્છતાની ખાસ દરકાર રાખી રહ્યા છે.

જેમ જેમ પયગમ્બર ઈબ્રાહિમ (અ.સ.) પવિત્ર કાબાની ઉપરની દીવાલ ચણવા માટે પથ્થર મૂકતાં ગયા તેમ તેમ ચમત્કારિક રીતે આ પથ્થરની ઊંચાઈ પણ સાથે સાથે વધવા લાગી હતી.

મકામ-એ-ઈબ્રાહિમ તથા તેના પત્ની બ્રાસની જાળીઓને દિવસમાં ત્રણ વખત સાફ-સફાઈ તથા પોલિશ કરવામાં આવે છે તથા પવિત્ર કાબાના પ્રાંગણની જેમ જ મકામ-એ-ઈબ્રાહિમની આસપાસની જગ્યાને  પણ સુગંધથી મઘમઘતી રાખવામાં આવે છે.

મસ્જિદેહરમ અને પયગમ્બર સાહેબની મસ્જિદની બાબતોના અધ્યક્ષના કાર્યાલયના અનુસાર આ બાંધકામની આસપાસના આરસ પહાણની પણ વરસમાં એક વખત પોલિશ કરવામાં

આવે છે.

કિંગ ફહદના શાસનકાળ દરમ્યાન જેને બદલી નાખવામાં આવ્યું હતું કે જૂનું મકામ-એ-ઈબ્રાહિમનું માળખું અત્યારે મક્કામાં બે પવિત્ર મસ્જિદોના મ્યુઝિયમ (સંગ્રહાલય)માં સાચવી રાખવામાં આવેલ છે. આ મ્યુઝિયમના ડિરેકટર અહમદ અલ-દાબિસે જણાવ્યું હતું કે કિંગ ફહદે જૂના લોખંડના સ્ટ્રકચરના બદલે બ્રાસનું બનેલું નવું સ્ટ્રકચર લગાવવાનો આદેશ આપ્યો હતો. મ્યુઝિયમના મુલાકાતીઓ પણ સ્ટ્રકચરમાં વિશેષ રૂચિ દાખવે છે અને મ્યુઝિયમના વિશેષજ્ઞો તેમને માહિતી પણ પૂરી પાડે છે. મકામ-એ-ઈબ્રાહિમ ખાતે બ્રાસની બનેલી પેટીમાં પયગમ્બર ઈબ્રાહિમ સાહેબ (અ.સ.)ના અતિકાત્મક પગલાંમાં શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ ઊંડો રસ દાખવે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts