હિન્દુત્વ ગુંડાઓ દ્વારા કર્મશીલ સ્વામી અગ્નિવેશની ઝારખંડમાં મારઝૂડ

ભાજપના ર૦ હુમલાખોરની અટકાયત
(એજન્સી) રાંચી, તા.૧૭
મંગળવારે યુવા ભાજપના કાર્યકરો દ્વારા પાકુડમાં સ્વામી અગ્નિવેશ પર શારીરિક હુમલા બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. હુમલાખોરો જયશ્રીરામના નારા લગાવી રહ્યા હતા. સ્વામી અગ્નિવેશે કહ્યું કે, હું કાર્યક્રમના સ્થળે જવા બહાર આવ્યો કે તરત જ ભાજપ યુવા અને એબીવીપીના કાર્યકર્તાઓએ કોઈપણ જાતની ઉશ્કેરણી વગર તેમના પર હુમલો કર્યો હતો. અને કપડાં ફાડી નાંખ્યા હતા. ૭૮ વર્ષના સ્વામી અગ્નિવેશે કહ્યું કે, તેમણે મારા પર આરોપ મૂક્યો કે તેઓ હિન્દુઓની વિરોધમાં બોલાવાના હતા. ઝારખંડ શાંત રાજ્ય છે. પરંતુ હવે તે ભ્રમ તૂટી ગયો. ટોળાએ હુમલો કર્યો ત્યારે અગ્નિવેશની આસપાસ આદિવાસીઓ તીર-કામઠા લઈને ઉભેલા હતા. હુમલાનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં અગ્નિવેશ હુમલા સમયે ગભરાઈ ગયેલા જોવા મળ્યા હતા.
પોલીસ વડા શૈલેન્દ્ર બરનવાલે કહ્યું કે, અગ્નિવેશના કાર્યક્રમની તેમને અગાઉથી જાણ ન હતી. હોટલ બહાર કેસરિયા બ્રિગેડે હુમલો કર્યો. અગ્નિવેશ નીચે પડી ગયા હતા. તેમ છતાં હુમલાખોરો તેમની મારઝૂડ કરતાં રહ્યા અને ગાળો બોલ્યા. જે મોલ લીન્ચીંગની ઘટના સમાન છે. ર૦૧રમાં સ્વામી અગ્નિવેશ અણ્ણા હજારે અને અરવિંદ કેજરીવાલ સાથે ભ્રષ્ટાચારની ચળવળમાં જોડાયા હતા.
સ્વામી અગ્નિવેશ લિટ્ટીપાડામાં આયોજિત પહાડીયા સમાજના ૧૯પમાં સ્થાપના દિવસના અવસરે આયોજિત સંમેલનમાં ભાગ લેવા મંગળવારે પાકુડ પહોંચ્યા હતા. તેઓ મુસ્કાન હોટલમાં રોકાયા હતા. તેમણે મીડિયાને પણ સંબંધિત કર્યું હતું. સ્વામીએ કહ્યું કે, તેઓ હિંસાના વિરોધી છે. શાંતિપ્રિય જાળવું છું મારા પર કેમ હુમલો કરાયો તે ખબર નથી પડતી. હુમલાખોરોએ તેમને ગાળો બોલી. કોઈ પોલીસ તેમની આસપાસ નહતી. હુમલાખોરોએ તેમના કપડાં પણ ફાડી નાંખ્યા હતા. પોલીસે હુમલાના સંદર્ભમાં ર૦ની ધરપકડ કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks