National

ઝારખંડમાં બીજા તબક્કાની ૨૦ બેઠકો પર ૬૦ ટકાથી વધુ મતદાન મુખ્યમંત્રી રઘુવર દાસ સહિતના દિગ્ગજ નેતાઓના ભાવિ ઇવીએમમાં કેદ

(એજન્સી) રાંચી, તા.૭
નક્સલવાદગ્રસ્ત ઝારખંડ રાજ્યની વિધાનસભાની ૮૧ બેઠકોની ચૂંટણીમાં બીજા તબક્કામાં આજે શનિવારે ૨૦ બેઠકો માટે મતદાન યોજાયું હતું. તેમાં મુખ્ય પ્રધાન રઘુવર દાસની જમશેદપુર પૂર્વ બેઠકનો પણ સમાવેશ થાય છે, તેમની સામે બળવાખોર નેતા સરયુ રાય ચૂંટણી જંગના મેદાનમાં છે. આજની ૨૦ બેઠકો પર કુલ ૨૬૦ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. તમામ મતદાન મથકો પર સુરક્ષાની ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
૨૦માંથી બે બેઠકોમાં સાંજના ૫ વાગ્યા સુધી તો બાકીની ૧૮ બેઠકો માટે બપોરના ૩ વાગ્યા સુધીના મતદાનમાં અંદાજે ૬૦ ટકા મતદાન નોંધાયું હતું. સિસઈમાં સુરક્ષા દળ અને ગ્રામીણોની અથડામણમાં કરવામાં આવેલા ગોળીબારમાં એકનું મોત થયુ હતું જ્યારે અન્ય બે ઘાયલ થયા હતા. સિસઇને છોડીને અન્ય તમામ વિધાનસભા વિસ્તારમાં શાંતૂપૂર્ણ મતદાન ચાલુ છે. આ ઉપરાંત ચૂંટણી ફરજ પરના એક પોલીસ કર્મીનું હાર્ટએટેકથી નિધન થયું હતું. ઝારખંડમાં બીજા તબક્કામાં ૩ વાગ્યા સુધી ૬૦ ટકા મતદાન થયુ છે. સૌથી વધુ સિસઇ બેઠક પર ૬૮.૬ ટકા મતદાન થયુ છે. જ્યારે બહરાગોડા વિધાનસભા બેઠક પર ૬૮.૩૮ ટકા મતદાન થયુ છે. ઝારખંડની ૧૮ બેઠકો પર મતદાન પૂર્ણ થયુ છે. ઝારખંડમાં મતદાન દરમિયાન હાર્ટ એટેક આવતા એક પોલીસ જવાનનું મોત થયુ હતું. આ ઘટના પૂર્વી સિંહભૂમ વિસ્તારમાં બની હતી. મદદનીશ સબઇન્સ્પેક્ટર હરીશચંદ્ર ગિરી ઘાટશિલામાં બૂથ નંબર ૨૩૪ પર તૈનાત હતા ત્યારે હાર્ટ એટેક આવ્યો હતો. ફરજ પર ઘટના સ્થળે રહેલા અન્ય પોલીસ કર્મીઓ તેમને નજીકની હોસ્પિટલ લઇ ગયા હતા.જ્યા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ પોલીસ કર્મી યુપીના આઝમગઢનો હતો.

ઝારખંડ ચૂંટણીઓ : સિસાઇમાં પોલીસ ફાયરિંગમાં એકનું મોત, એક ઘાયલ

ઝારખંડ વિધાનસભા માટે બીજા તબક્કાન મતદાન દરમિયાન સિસાઇ મતવિસ્તારના બાઘની ગામમાં પોલસ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે એક ઘાયલ થયો છે. પોલીસ અનુસાર આશરે ૧૦૦૦ જેટલા લોકો બૂથ નંબર ૩૬માં ઘૂસી ગયા હતા અને બોગસ મતદાન કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઝારખંડના ડીજીપી નયન ચૌબેએ કહ્યું કે, બૂથને કેપ્ટર કરવાનો પ્રયાસ કરનારા ટોળાને આરપીએફ દ્વારા દૂર કર્યો હતો. આના કારણે અથડામણ થઇ અને ગામજનોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ટોળાને વિખેરવા માટે આરપીએફે હવામાં ફાયરિંગ કર્યું હતું પણ આત્મબચાવમાં આરપીએફે ટોળા પર ફાયરિંગ કરવું પડ્યું હતું જેના પરિણામે વધુ લોકો ઉશ્કેરાયા હતા. એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે એક ઘાયલ થઇ છે. ચૌબેએ કહ્યું કે, મારી પાસે વધુ વિગતો નથી અને તેની રાહ જોઇ રહ્યો છું. અહેવાલો અનુસાર ઘટનામાં એક પોલીસ કર્મીને પણ ઇજાઓ થઇ છે. ઉલ્લેખનીય છે કે, ઝારખંડમાં બીજા તબક્કા માટે ૨૦ મતવિસ્તારોમાં મતદાન થયું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  NationalPolitics

  ભાજપની ત્રિરંગા યાત્રાથી ખુશ થવાની જરૂર નથી, RSS ત્રિરંગાથી નફરત કરે છે

  નરેન્દ્ર મોદી સરકારે સ્વતંત્રતાની ૭૦…
  Read more
  National

  મુસ્લિમોએ માત્ર રક્ષાત્મક થવાને બદલે પાશ્ચાત્યવાદ અને હિન્દુત્વ સામે પ્રશ્નો ઊભા કરવાની જરૂર છે

  જરૂરિયાત – ડો. જાવિદ જમીલ હવે…
  Read more
  National

  મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

  મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.