(એજન્સી) જિદ્દાહ, તા.૧૮
સઉદી અરેબિયાના પાટનગર જિદ્દાહમાંં ઐતિહાસિક ઈમારતોમાં લાગેલી ભીષણ આગથી ૩ ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ હતી. બચાવ દળે ૬૦ લોકોને આગમાંથી બચાવી લીધા હતા.
નાગરિક સુરક્ષા વિભાગના પ્રવક્તા કર્નલ સઈદ સરહાને કહ્યું કે મંગળવારે ૬ જેટલી ઈમારતોમાં લાગેલી ભીષણ આગમાં ૩ ઈમારતો તબાહ થઈ ગઈ હતી. જે ખૂબ જ ગીચ વસતીમાં હતી. ફાયરબ્રિગેડે ૬૦ લોકોના જાન બચાવી લીધા હતા. ૧ર જેટલા ફાયરફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ ચાર માળની ઈમારતોમાં આગ લાગી હતી. ઈમારતોના છત પર લાકડાના પાટિયા જડેલા હતા. તેથી આગ ઝડપી પ્રસરી હતી.
બે ઈમારતોમાં લાગેલી આગે પાસેથી બીજી ઈમારતોને ચપેટમાં લીધી હતી. તેથી બે ઈમારતો આગથી તૂટી પડી હતી. આગની જાણ થતાં આપાતકાલિન ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ ઈમારતો સુધી પહોંચવાનો રસ્તો ટૂંકો હોવાથી આગ ઓલવવામાં ભારે ખલેલ પહોંચી હતી. ઘટનાસ્થળે પોલીસ અને મેડિકલની ટીમ પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોની સારવાર શરૂ કરી હતી. આગનું કારણ હજુ જાણવા મળ્યું નથી. જિદ્દાહના ગવર્નર પ્રિન્સ મીશાલ બિન માજિદ જિદ્દાહના નાગરિક સુરક્ષા નિયામકના સતત સંપર્કમાં છે. અલ-બાલાડ જિદ્દાહનું ઐતિહાસિક કેન્દ્ર છે. જે પવિત્ર મક્કા તરફ જતા પ્રથમ દ્વાર છે.