Sports

વિશ્વકપ હારતા જિમી નિશામનો ભાવુક સંદેશ, ‘બેકિંગ પસંદ કરો, સ્પોટ્‌ર્સ નહીં’

લંડન, તા.૧૫
ન્યૂઝીલેન્ડ આઈસીસી વિશ્વ કપ-૨૦૧૯ની ફાઇનલમાં હાર્યા બાદ ઓલરાઉન્ડર જિમી નીશામ ખુબ દુખી જોવા મળ્યો છે. ઐતિહાસિક લોડ્‌ર્સ મેદાન પર સુપર ઓવર સુધી ગયેલા મુકાબલામાં યજમાન ઈંગ્લેન્ડે વધુ બાઉન્ડ્રી મારવાના આધારે જીતી લીધો હતો. નીશામ સુપર ઓવરમાં બેટિંગ કરવા આવ્યો હતો, પરંતુ પોતાની ટીમને જીત ન અપાવી શક્યો. કીવી ટીમે ૨૪૧ રન બનાવ્યા હતા અને ઈંગ્લેન્ડે પણ એટલા રન બનાવી મેચ ટાઈ કરી હતી.
સુપર ઓવર પણ ટાઈ રહ્યાં બાદ બાઉન્ડ્રીના આધાર પર ઈંગ્લેન્ડને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. નીશામે મેચ બાદ ટ્‌વીટ કર્યું, આ દુઃખદ છે. આશા છે કે આગામી દશકમાં એક કે બે દિવસ એવા હશે જ્યારે હું મેચની અંતિમ અડધી કલાક વિશે ન વિચારૂં. ઈંગ્લેન્ડને શુભકામનાઓ, તે જીતના હકદાર હતા.
નીશામે કહ્યું, ‘આજે જે સમર્થન આવ્યા તેનો આભાર. અમે તમને મેચ દરમિયાન સાંભળી શકતા હતા. માફ કરજો, અમે તમારી ઈચ્છા પૂરી ન કરી શક્યા.’
અંતમાં તેણે બાળકોને આ રમત ન પસંદ કરવાની સલાહ આપતા કહ્યું, ‘બાળકો રમતની પસંદગી ન કરવી. બેકિંગ કે બીજું કંઇ પસંદ કરો અને ૬૦ની ઉંમરમાં મોટા અને ખુશ થઈને દુનિયામાંથી જાઓ.’

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Sports

    પી.એમ. મોદીની ચેમ્પિયન ટીમ ઈન્ડિયા સાથે મુલાકાત

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે…
    Read more
    Sports

    ઢોલ-નગારા સાથે ટીમ ઇન્ડિયાનું ભવ્ય સ્વાગત

    રોહિત-સૂર્યાએ દિલ્હી એરપોર્ટ બહાર…
    Read more
    Sports

    વિરાટ કોહલીની અર્ધસદી, બુમરાહની ઘાતક…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.