Gujarat

જીવન જરૂરી ચીજોના ભાવવધારા સામે લોકો આગળ નહીં આવે તો જીવન આકરૂં : સંઘવી

ભૂજ,તા.૧૦
ભાવવધારાનો ચક્રાવો તેજીથી ફરી રહેલ છે અને તેમાં આમ આદમી કચડાઈ રહેલ છે. તેમ પૂર્વ ધારાસભ્યલ જયકુમાર સંઘવીએ પ્રજામતને ઢંઢોળતા જણાવ્યું હતું. સંઘવીએ વધુમાં જણાવ્યું કે આપણે મૌન ધારણ કરીને બેસી રહીશું. તો કેમ ચાલશે ? જેમ કેન્દ્ર સરકાર સબસિડી વગરના ગેસ બાટલામાં રૂપિયા ૭૩.પ૦નો બોજ પ્રજાને અંધારામાં રાખીને ઝીંકી દીધો છે તેવી રીતે સબસિડીવાળા ગેસ બાટલામાં રૂા.૭.પ૦નો વધારો કરી દીધો છે તો ગરીબો અને શ્રમજીવીઓ માટેની જીવાદોરી સમાન કેરોસીનના ભાવમાં બાર મહિનામાં રૂપિયા સાતનો વધારો કરીને ગરીબોને દઝાડવાનું કામ કર્યું છે. જીએસટીનો ભાર માત્ર વેપારીઓ પર જ નહીં. ગ્રાહકો પર પણ પડશે. આખરે તો પ્રજા પર જ બોજ પડશે. ત્યારે વેપારીઓની સાથે સાથે ગ્રાહકોની સંસ્થાઓ પણ આળસ અને ઉપેક્ષાવૃત્તિ છોડીને નિર્ભયતાથી બહાર નહીં આવે તો જીવન આકરૂંને આકરૂં બનતું જશે. જેના ગંભીર પરિણામો ભોગવવા પડશે તેવી ભીતિ છે. પૂર્વ ઉપનગરપતિ વિજયસિંહે ગૂંચડાભરી જીએસટીની નીતિની ઝાટકણી કાઢી હતી. વેપારી અગ્રણી હમીદભાઈ ભાડાઈ, ગુણવંત દરજી, યુવા કાર્યકર શ્રી જમીલ મેમણ, કરશન ગઢવી, જેન્તી પારેખ, કાનજી પટેલ, શાંતિલાલ શાહ, શ્રમજીવી સંગઠનના કન્વીનર ઉમરભાઈ કેવર વગેરેએ જીવનજરૂરી ચીજોમાં થયેલા એક ચક્રી ભાવવધારા અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારની સામે રોષ પ્રક્ટ કરીને લડત લડવા પર ભાર મૂક્યો હતો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    CrimeGujarat

    કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

    મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
    Read more
    CrimeGujarat

    વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

    વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.